Saturday, 27 July, 2024

વરસાદના નક્ષત્ર બેસવાનો સમય અને તેના વાહન 2024

4917 Views
Share :
varsad na nakshtra 2024

વરસાદના નક્ષત્ર બેસવાનો સમય અને તેના વાહન 2024

4917 Views

મિત્રો 2024 ના વર્ષમાં વરસાદના નક્ષત્ર વિશેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં મેળવીએ નક્ષત્ર ક્યારે બેસે છે? અને ત્યારે તેમનું વાહન શું છે? આ બાબતની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં મેળવીએ.

હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ gujjuplanet ને તમારા મોબાઇલ ફોનમાં સેવ કરી લેવી.

મૃગશીર્ષ નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 7-6-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્ર દરમ્યાન વાહન શિયાળનું છે.

આદ્રા નક્ષત્ર : સૂર્યનો આદ્રા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 21-6-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્રનું વાહન મોરનું છે.

પુનર્વસુ નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 5-7-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્ર દરમિયાન વાહન હાથીનું છે.

પુષ્ય નક્ષત્ર : સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ તારીખ 19-7-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્ર દરમ્યાન વાહન દેડકાનું છે.

આશ્લેષા નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 2-8-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્ર દરમ્યાન વાહન ગધેડાનું છે.

મધા નક્ષત્ર : સૂર્યનો મઘા નક્ષત્રમાં વિધિવત પ્રવેશ તારીખ 16-8-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્રનું વાહન શિયાળનું છે.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 30-8-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્ર દરમ્યાન વાહન ઉંદરનું છે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર : સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં શુભકારી પ્રવેશ તારીખ 13-9-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્રનું વાહન હાથીનું છે.

હસ્ત નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ તારીખ 26-9-2024 ના રોજ ગુરુવારે થશે અને આ નક્ષત્ર દરમિયાન વાહન મોરનું છે.

ચિત્રા નક્ષત્ર : સૂર્યનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 10-10-2024 ના રોજ ગુરુવારે થશે અને આ નક્ષત્રનું વાહન ભેંસનું છે.

સ્વાતિ નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 23-10-2024 ના રોજ બુધવારે થશે અને આ નક્ષત્ર દરમ્યાન વાહન શિયાળનું છે.

વરસાદના નક્ષત્ર ની આ પોસ્ટને વધુમાં વધુ શેર કરજો. જેથી આ માહિતી બીજા મિત્રો સુધી પહોંચી શકે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *