વસંત પંચમી
By-Gujju13-09-2023
વસંત પંચમી
By Gujju13-09-2023
વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતના
આગમનની છડી પોકારનાર તહેવારઃ
વસંતપંચમી એટલે જ્ઞાન, વિદ્યાનું પંચામૃતઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી સોળે કળાએ ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યા બંને ના દેવી મા શારદાનો સંગમ છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ આ દિવસે વિધ્યા ના દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે વિધ્યા ના દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. વસંતના ફૂલ અને ચંદ્રમા જેવો તેમનો રંગ હતો.
મહા મહિનાની સુદ પાંચમ ના દિવસે વસંત પંચમી આવે છે. સૌથી પહેલાં એવું માનવમાં આવેછે કે ભગવાન શ્રી કૃષ્ણે દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી ભારત માં આ તહેવાર માં સરસ્વતી પૂજન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે.
બીજી એક માનીતા મુજબ વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજમ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્યુઆરી મહિનાના અંતમાં આવે આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી વસંત પંચમી તરીકે પણ જાણીતો છે. શીખ લોકો આ દિવસે પતંગોત્સવ મનાવે છે.
હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમદિવસ ગણવામાં આવે છે,એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.
વસંત ઋતુ ખીલે છે વસંત પંચમી થી જોઈએ એક મોદીજીની મહેક……
સોળ વર્ષની વય ક્યાંક કોયલને લઈ,
કેસૂડાંનો કોના પર ઉછરે પ્રણય,
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…
આજે તો વનમાં કોનાં વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા,
આશીર્વાદ આપવા આવે છે સંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…
“વસંત એટલે વાતાવરણમાં વહેતો પ્રેમનો વાસંતી વાયરો…!”વસંત ઋતુના આગમનથી પૃથ્વી માતાની તુલના નવી દુલ્હન સાથે કરવામાં આવે છે. લગભગ દરેક વનસ્પતિ નવલા રંગોમાં સજેલી જોવા મળે છે. પ્રત્યેક જીવ આનંદના પ્રવાહમાં નહાતો જોવા મળે છે. અનેક કિલોમીટર સુધી રાયડાનાં પાક વાવેલા ખેતરો પીળાં પીળાં પુષ્પોથી લહેરાતાં જોવા મળે છે. તે જોતાં એવું લાગે છે કે ધરતી માતાએ પીળું પાનેતર પહેર્યું છે. પીળા રંગનું પાનેતર પહેરેલાં ધરતી માતા નવોઢારૂપી વસંતને પોતાના પતિના આવવાની સૂચના આપે છે. ફાગણ મહિનામાં મોરથી લચી પડતા આંબાનાં પુષ્પો કે જેને આંમ્રમંજરી(મોર) કહેવામા આવે છે. તેની સુગંધનો પમરાટ, કેસૂડાનાં પુષ્પો વગેરે આપણા મનને મોહી લે તેવો મનમોહક છે.આં આપણને આ વસંત રૂતુ નો અનેરો વૈભવ રંગપંચમી ઉપર જોવા મળે છે. રંગપંચમી તો વસંતનો સૌથી લોકપ્રિય ઉત્સવ છે. પંચમીના દિવસે જગતના પ્રત્યેક જીવ સ્વયંભૂ આંનંદમાં મસ્ત થઈ ડોલતા નજરે દેખાય આવે છે. અને વળી વૃક્ષો લીલી છમ કૂંપળોફૂટતી દેખાય આવે છે. કેસૂડાનાં જંગલમાં ખાખરાના વૃક્ષ પર કેસરિયાં કેસૂડાં તો આખાય વનસ્પતિ જગતમાં કઈક જુદીજ છટા લઈ આવે છે. રંગપંચમીએ મહારાષ્ટ્ર રાજ્ય ખુબજ મોટો તહેવાર ઊજવે છે. વૃંદાવન, ગોકુળ, વ્રજ, બરસાના તથા આજુબાજુનાં ગામોમાં શ્રીકૃષ્ણનાં પુષ્કળ મંદિર છે. તે તમામ મંદિરોમાં રંગપંચમી(વસંત પંચમી) નો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવાય છે.
વસંત ઋતુમાં આવતી રંગપંચમી હિંદુનો ખૂબ માનીતો તહેવાર છે. લોકો રંગમાં રંગાઈ જઈને પોતાની પ્રિય વ્યક્તિનાં દિલો દિમાગ આનંદ ઉત્સાહ ના રંગથી રંગી નાખે છે ભારત ની સંસકૃતિ અનુસાર વર્ષમાં ત્રણ રૂતુ આવે છે. શિયાળો,ચોમાસુ અને ઉનાળો. આ ત્રણ ઋતુની પેટા રૂતુ છ આવે છે. તેમાં જો કોઈ ઋતુ હોય તો તે છે વસંતઋતુ. સામાન્ય રીતે તેને ઋતુઓનો રાજા કહેવાય છે. આ સમય દરમિયાન પ્રકૃતિના પાંચેય તત્વો પોતાનો પ્રકોપ છોડી પોતાનું સૌંદર્ય ધારણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પાચ તત્વો જળ, વાયુ, ધરતી,આકાશ અને અગ્નિ દરેક પોતપોતાનું મોહકરૂપ પ્રગટ કરે છે અને ધરતી પર આગવું સામ્રાજ્ય સ્થાપન કરે છે.આવા સમયે સ્વભાવિક રીતે લોકો આ કુદરતે વેરેલા પોતાના અસીમ સૌંદર્યને નિહાળવા આતુર અને ઉત્સુક બની જાય છે.
આમ વસંત પંચમી એ ઋતુચક્રમાં પરિવર્તન ના પ્રતિક સમ છે.સુહાવની મોસમ અને ભિષણ ઠંડીની મુક્તિ…ફૂલગુલાબી ઉષ્માની શાલ ઓઢેલ પ્રકૃતિ પોતાના સૌંદર્યના નજારાને લઈને ધીરે તેના આગમન કરે છે . જાણેકે પોતે છડીના પોકારી રહી હોય …હે માનવબંધુઓ જાગો..ઋતુરાજ વસંતના આગમન ના વધામણાં લઈને હું આવી ગઈ છું…
આ દિવસ ના મહત્વ માં બીજી થોડી વાત…
આ દિવસ ના મહત્વ માં અમારી હિન્દુ સંસ્કૃતિ માં આ દિવસ વિવિધ મુહરતો માટે એટલો બધો મહત્વનો ગણવામાં આવેલ છે કે અમારે અહિયાં લગ્ન, શ્રીફળ વિધિ,ઉદ્ઘાટન જેવાકે નવા શોપાનની (દુકાન) શુરુઆત,નવા મકાનનું વસ્તુ પૂજન,ભગવાનની કથા,નવા મકાનમાં કળશ મૂકવાની વિધિ વગેરે વિધિ માં આ દિવસે મુહરત જોવાનું રહેતું નથી આટલું આ દિવસનું મહત્વ બતાવેલ છે. તેમજ આ દિવાસે શાળા કોલેજમાં માં સરસ્વતી(શારદા) દેવીનું પૂજન થાય છે. તેમજ વિધ્યાના દેવી હોવાથી શાળા-મહાશાળા માં ગાયન સ્પર્ધા નું આયોજન થાય છે. તેમજ વિવિધ વાર્ષિક કાર્યક્રમ ની ઉજવણી થાય છે. ભાગ લેનાર બાળકો ને આ દિવાસે વિવિધ ઈનામ આપી સન્માનીત કરવામાં આવે છે.
શાળામાં બાળકો વિધ્યાના દેવીની સ્તુતિ ગાય છે. અને અંધકાર માથી પ્રકાશ તરફ લઈ જવા માટેની પ્રાર્થના કરે છે. ”અસતોમામ જ્યોતિર્ગમય.. મૃત્યુમામ અમૃતમગમય…ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ। આજ રીતે વસંતોત્સવ અને મનોરંજનને ઘનિષ્ટ નાતો પણ છે. એમ કહીએ તો તે જરાય ખોટું નથી..આમ વસંત પંચમી એ ઋતુચક્રમાં પરિવર્તન ના પ્રતિક સમ છે.હે માનવબંધુઓ જાગો.. ઋતુરાજ વસંતના વધામણાં લઈને હું આવી ગઈ છું…
વસંત રૂતુ ફાગણ અને ચૈત્ર માહિનામાં આવે છે. સપુષ્પ વનસ્પતિને પુષ્પ આવે અને ગરમી વધતી જાય આં વસંત પાંચમી વાસંત માં બહાર લાવેછે. આમ ભારત દેશ ની સંસ્કૃતિ ઋતુને પણ ઉત્સવ બનાવી આનંદ માણી લેશે તેવા ભારત ને એટલેજ કહ્યું છે કે વિવિધતામાં એકતા એટલે ભારત….