वशिष्ठ ने श्रीराम की अखंड भक्ति माँगी
जप तप नियम जोग निज धर्मा । श्रुति संभव नाना सुभ कर्मा ॥
ग्यान दया दम तीरथ मज्जन । जहँ लगि धर्म कहत श्रुति सज्जन ॥१॥
आगम निगम पुरान अनेका । पढ़े सुने कर फल प्रभु एका ॥
तब पद पंकज प्रीति निरंतर । सब साधन कर यह फल सुंदर ॥२॥
छूटइ मल कि मलहि के धोएँ । घृत कि पाव कोइ बारि बिलोएँ ॥
प्रेम भगति जल बिनु रघुराई । अभिअंतर मल कबहुँ न जाई ॥३॥
सोइ सर्बग्य तग्य सोइ पंडित । सोइ गुन गृह बिग्यान अखंडित ॥
दच्छ सकल लच्छन जुत सोई । जाकें पद सरोज रति होई ॥४॥
(दोहा)
नाथ एक बर मागउँ राम कृपा करि देहु ।
जन्म जन्म प्रभु पद कमल कबहुँ घटै जनि नेहु ॥ ४९ ॥
વશિષ્ઠ મુનિ શ્રીરામની અખંડ ભક્તિ માગે છે
જપતપ નિયમ યોગ નિજધર્મ શ્રુતિસંમત અનેક શુભકાર્ય,
જ્ઞાન દયા દમ તીરથસ્નાન ધર્મ કહે જે શ્રુતિ વિદ્વાન.
આગમ નિગમ પુરાણ અનેક શ્રવણ મનનનું ફળ પ્રભુ એક,
પદ પંકજની પ્રીતિ અખંડ, સાધનનું એ સુફળ અનંત.
મળ ધોવાથી મળ શું જાય, જળ મથવાથી કે ઘૃત થાય ?
પ્રેમ ભક્તિ જલ વિણ રઘુરાય મળ આભ્યંતર લેશ ન જાય.
એ સર્વજ્ઞ તજ્ઞ ને પંડિત વિજ્ઞાની ગુણધામ અખંડિત,
દક્ષ સકળ લક્ષણયુત એ જ જેને પદસરોજરતિ સ્હેજ.
(દોહરો)
માગું વરને એક હું, નાથ કૃપાથી દો,
જન્મ જન્મ પ્રભુપદકમળ ઘટે પ્રેમ ના હો !