Sunday, 22 December, 2024

Vat Bahu Jovani Gher Jat Aavo Ne Lyrics in Gujarati

140 Views
Share :
Vat Bahu Jovani Gher Jat Aavo Ne Lyrics in Gujarati

Vat Bahu Jovani Gher Jat Aavo Ne Lyrics in Gujarati

140 Views

હો એકલી મેલીને તમે હાલ્યા ક્યાં વાલમજી
એકલી મેલીને તમે હાલ્યા ક્યાં વાલમજી
દલની દલવાડી સુની લાગે રે વાલમજી
દલને કરવી ઘણી વાત આવી કરજો મુલાકાત

વાળી જો જે મારી વાટ આવી કરશું મુલાકાત
આટલી અરજ મારી માનો રે

હે વાટ બહુ રે જોવાણી ઘેર ઝટ આવો રે
હે મારી આંખ્યું ભીંજાણી વાલી ઝટ આવું રે
વાટ બહુ રે જોવાણી ઘેર ઝટ આવો રે
કે વાલી મારી રૂદિયા કેરો ધબકાર
દિલમાં રાખું છબી તારી રે
દિલમાં રાખું છબી તારી રે

વાલમજી હૈયાના છો તમે હાર જોવું વાટલડી રે તમારી
કે જોવું વાટલડી રે તમારી

વાલી મારી હૈયે તમે હમ થોડી રાખો
અંજવાળી રાત કરશું મીઠી મીઠી વાતો

યાદો તમારી દિલને આપે છે દિલાસો
કેમ કરી જાશે મારા દિવસો ને રાતો

કોરાણુ કાળજે છે વાલી તારૂં નામ રે
રાધા વિના જાણે સુનો લાગે તારો શ્યામ રે
તારા મારા પ્રેમનું અમર છે નામ રે

હે વાટ બહુ રે જોવાણી ઘેર ઝટ આવો રે   
કે વાટ જોવે દીવાની ઘેર ઝટ આવું રે
વાટ બહુ રે જોવાણી ઘેર ઝટ આવો રે
કે વાલી મારી ગમતું નથી પલ વાર
દિલમાં રાખું છબી તારી રે  

વાલમજી સજીને સોળે શણગાર જોવું વાટલડી રે તમારી
કે જોવું વાટલડી રે તમારી

યાદ આવે વાલીને વર્ષે મેહુલીયો
તારા વિના રહી ન શકે તારો વાલમીયો

જોવા માંગુ તમને ને જોવું હું ચાંદલીયો
આવી દલની ડેલીયે કયારે હરખાવે મેહુલીયો

યાદ કરૂને વાલી જોવું તને પાસ રે
તારા જેવા મારા પણ વાલી હાલ છે
હે વાટ બહુ રે જોવાણી ઘેર ઝટ આવો રે
હે મારા રૂદિયાની રાણી ઘેર ઝટ આવું રે
વાટ બહુ રે જોવાણી ઘેર ઝટ આવો રે
કે તારો મારો જ્ન્મો નો છે સાથ
રૂદિયે રાજ છે તારૂં રાણી રે
કે મારા ભવોભવના ભરથાર કે જોવા તરસે આંખો મારી રે
કે જોવા તરસે આંખો મારી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *