Verse 08
By-Gujju25-04-2023
Verse 08
By Gujju25-04-2023
महोक्षः खड्वांगं परशुरजिनं भस्म फणिनः
कपालं चेतीय त्तव वरद तंत्रोपकरणम् ।
सुरास्तां तामृद्धिं दधति तु भव द्भ्रूप्रणिहितां
नहि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति ॥८॥
*
mahoksah khatvangam parashurajinam bhasma faninah
kapalam chetiyat tava varada tantra upakaranam,
surastam tamriddhim dadhati tu bhavad bhru pranihitam
na hi svatma-ramam vishaya mriga-trishna bhramayati.
*
કુહાડી ને ચર્મ, બળદ તુજ છે મિલ્કત અને,
શરીરે છે ભસ્મ, સરપ, કરમાં ખપ્પર ખરે ;
ધર્યા દ્રષ્ટિપાતે, પરમસુખ તેં દેવગણને,
રમે જે આત્મામાં વિષય નવ તેને ભ્રમ કરે ॥ ૮ ॥
*
*
૮. તારું ઐશ્વર્ય એટલું બધું અપાર છે કે ફક્ત દૃષ્ટિપાતથી તેં દેવોને અનેક જાતના ભોગ ને સુખનાં સાધન ધરી દીધાં છે. પણ તારી તૃષ્ણા તો છેક મરી ગઈ છે. ને તેથી જ તેં તારી પાસે ત્રિશૂળ, વ્યાઘ્રચર્મ, પોઠિયો, સાપ ને ખપ્પર તેમજ શરીર પર ભસ્મ રાખી છે. આ પરથી સમજાય છે કે જેને આત્માનો આનંદ મળ્યો છે તે વિષયી પદાર્થોમાં ફસાતો નથી.
*
८. हे प्रभु, आपने केवल एक दृष्टिपात से देवगण को सर्व भोग-सुख से संपन्न कर दिया, मगर अपने लिए क्या छोडा ? सिर्फ कुल्हाडी, बैल, व्याघ्रचर्म, शरीर पर भस्म तथा हाथ में खप्पर (खोपड़ी) ! इससे ये फलित होता है कि जो आत्मानंद में लीन रहता है वो संसार के भोगपदार्थो में नहीं फँसता ।