Verse 09
By-Gujju25-04-2023
Verse 09
By Gujju25-04-2023
ध्रुवं कश्चित्सर्वं सकलमपरस्त्वद्ध्रुवमिदं
परो ध्रोव्याध्रोव्ये जगति गदति व्यस्तविषये ।
समस्तेडप्येतस्मि न्पुरमथन तैर्विस्मित इव
स्तुवंजिह्रेमि त्वां न खलु ननु धृष्टा मुखरता ॥९॥
*
dhruvam kaschit sarvam sakalam aparastva dhruvam idam
paro dhrauvya dhrauvye jagati gadati vyasta vishaye,
samaste’pye tasmin puramathana tair vismita iva
stuvan jihremi tvam na khalu nanu dhrishta mukharata.
*
કહે છે કોઈ આ જગત સત ને કો’ અસત કે,
અનિત્ય ને નિત્ય, ઉભયવિધ કોઈ જન કહે ;
વિવાદે અંજાઈ શરમ ગણું ગાતાં નવ તને,
બતાવે છે દુષ્ટ મુજ પ્રખર વાચાળપણું તે ॥ ૯ ॥
*
*
૯. તત્વજ્ઞાનને સમજાવનારા જે જે ગ્રંથો છે તેમાંથી કોઈ જગતને સત્ય કે નિત્ય કહે છે તો કોઈક તેને અસત્ય અને અનિત્ય માને છે. પરંતુ આ બધા જુદા જુદા વાદ છે; ને તે તારા ભક્તને આંજી શકતા નથી. તારો ભક્ત તો ત્રણે કાળમાં ને તને જ સત્ય સમજે છે. આ બધા તત્વજ્ઞાનના વાદ જાણ્યા છતાં તારો ભક્ત તારી ભક્તિમાં આનંદ માને છે; ને મને પણ તેવો આનંદ લાગે છે. ભલે આને કોઈ મારું વાચાળપણું (વધારે પડતું બોલવાપણું ) કહે, પણ આ સત્ય જ છે.
*
९. हे प्रभु, कोई कहता है कि ये जगत सत्य है, तो कोई कहता है ये असत्य और अनित्य है । लोग जो भी कहें, आपके भक्त तो आपको हमेंशा सत्य मानते है और आपकी भक्ति मे आनंद पाते है । मैं भी उनका समर्थन करता हूँ, चाहे किसीको मेरा ये कहेना ज्यादा लगे, मुझे उसकी परवाह नहीं ।