Verse 16
By-Gujju25-05-2023
Verse 16
By Gujju25-05-2023
मही पादाधाताद् व्रजति सहसा संशयपदं
पदं विष्णोर्भ्राम्यद्भुजपरिघरुग्णग्रहगणम् ।
मुहुद्यौंर्दोस्थ्यं यात्यनिभृतजटाताडिततटा
जगद्रक्षायै त्वं नटसि ननु वामैव विभुता ॥१६॥
*
mahi padaghatad vrajati sahasa sanshaya-padam
padam visnor-bhramyad bhujaparigha-rugna-graha-ganam,
muhur-dyaur-dausthyam yatyanibhrita-jata-tadita-tata
jagad-rakshayai tvam natasi nanu vamaiva vibhuta.
*
મહીરક્ષા કાજે મનહર કર્યું નૃત્ય પ્રભુ તેં,
પદાઘાતે પૃથ્વી, ગ્રહ સહુ ડર્યા મૃત્યુભયથી;
ડર્યુ કેશે સ્વર્ગ, ભયભર થયું લોકહરના,
હલ્યાથી વૈકુંઠ, તુજ બલ ખરે કષ્ટપ્રદ છે ॥ ૧૬ ॥
*
*
૧૬. એકવાર એક રાક્ષસે બ્રહ્માની સ્તુતિ કરી ને જગતનો નાશ થાય તેવું વરદાન માંગ્યું. બ્રહ્માએ કહ્યું કે ભવિષ્યમાં કોઈ વખત તેવું વરદાન મળશે. આથી દેવો ભયભીત થયા ને તમારી પાસે રક્ષાને માટે આવ્યા. તમે તેમની વિનંતી સાંભળી તાંડવ નૃત્ય શરૂ કર્યું, જેથી વરદાન માટેની સ્તુતિનો સમય જતો રહે; પરંતુ સારી સૃષ્ટિ આ નૃત્યથી ભયભીત થઈ ગઈ. તમારા પગના વાગવાથી પૃથ્વી નાશ થવાની બીકે હાલી ઊઠી. ગ્રહ, નક્ષત્ર ને સ્વર્ગ તમારા લોખંડી હાથના હલનથી ડરી ઊઠ્યાં અને તમારી જટાથી વૈકુંઠ દુ:ખી થઈ ગયું. ખરેખર તમારું બળ ખૂબ જ છે, ને કષ્ટ પણ આપી શકે તેવું છે.
*
१६. जब विश्व की रक्षा के लिये आपने तांडव नृत्य करना प्रारंभ किया तब समग्र सृष्टि भय के मारे कांप उठी । आपके पदप्रहार से पृथ्वी को लगा कि उसका अंत समीप है, आपकी जटा से स्वर्ग में विपदा आ पड़ी और आपकी भुजाओं के बल से वैंकुंठ में खलबली मच गई । हे प्रभु ! सचमुच आपका बल अतिशय कष्टप्रद है ।