Verse 17
By-Gujju25-05-2023
Verse 17
By Gujju25-05-2023
वियद्व्यापी तारागणगुणितफेनोद्गमरुचिः
प्रवाहो वारां यः पृषतलघुदष्टः शिरसि ते ।
जगद् द्वीपाकारं जलधिवलयं तेन कृतमि
त्यनेनैवोन्नेयं धृतमहिम दिव्यं तव वपुः ॥१७॥
*
viyadvyapi tara gana-gunita fenod-gama-rucih
pravaho varam yah prishatala ghudristah shirasi te,
jagad-dvipakaram jaladhi-valayam tena kritami-
tyane-naivon-neyam dhrita-mahima divyam tava vapuh.
*
નદી વ્હે આકાશે, મધુર દીસતાં તારકગ્રહે,
તરંગો જેના તે, તુજ શિર દીસે બિંદુ સરખી;
બન્યા છે તેથી આ જગત પર તો બેટ જલના,
જણાયે છે આથી તુજ તન શું દૈવી પ્રભુ અહા! ॥ ૧૭ ॥
*
*
૧૭. ગંગાજી જ્યારે આકાશમાં મંદાકિની નામથી વહે છે ત્યારે તારામંડળથી તેનાં તરંગો ખૂબ શોભા ધારણ કરે છે. એ જ ગંગા તમારા શિર ઉપર એક પાણીના બિંદુ જેટલી લાગે છે ને જગતમાં વહેવા માંડે છે ત્યારે જળના બેટ બનાવતી હોય તેમ તે ઠેર ઠેર વહેવાં માંડે છે. આ વસ્તુ પરથી સમજાય છે કે તમારું દૈવી શરીર કેવું મહાન ને સામર્થ્યવાન છે !
*
१७. गंगा नदी जब मंदाकिनी के नाम से स्वर्ग से उतरती है तब नभोमंडल में चमकते हुए सितारों की वजह से उसका प्रवाह अत्यंत आकर्षक दिखाई देता है, मगर आपके शिर पर सिमट जाने के बाद तो वह एक बिंदु समान दिखाई पडती है । बाद में जब गंगाजी आपकी जटा से निकलती है और भूमि पर बहने लगती है तब बड़े बड़े द्वीपों का निर्माण करती है । ईससे पता चलता है कि आपका शरीर कितना दिव्य और महिमावान है ।