Verse 19
By-Gujju25-05-2023
Verse 19
By Gujju25-05-2023
हरिस्ते साहस्त्रं कमलबलिमाधाय पदयो
यदिकोने तस्मिन् निजमुदहरन्नेत्रकमलम् ।
गतो भकत्युद्रेकः परिणतिमसौ चक्रवपुषा
त्रयाणां रक्षायै त्रिपुरहर जागर्ति जगताम् ॥१९॥
*
hariste sahasram kamala-balimadhaya padayor
yadekone tasmin nija-mudaharan-netra-kamalam,
gato bhaktyu-drekah parinatimasau chakra-vapusha
trayanam rakshayai tripura-hara jagarti jagatam.
*
હજારો પદ્મોથી હરિ-હર તને રોજ પૂજતા,
ખૂટ્યું એક પદ્મ ધર્યું તરત ત્યાં લોચન કદા;
થતાં ભક્તિ ગાઢી તરત પ્રકટ્યું તારૂં રૂપ ત્યાં
પ્રભો ! તું રક્ષે છે ત્રિભુવન રહી જાગ્રત સદા ॥ ૧૯ ॥
*
*
૧૯. હે પ્રભો ! હંમેશા એક હજાર કમળ લઈને તમારી પૂજા કરવાનો વિષ્ણુનો નિયમ હતો. એકવાર તેમની પરીક્ષા કરવા એક કમળ તમે ઓછું કર્યું. પરમ ભક્ત વિષ્ણુએ કમળને બદલે પોતાની આંખ ધરી દીધી. આથી તને પ્રસન્ન થયાને વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું. હે પ્રભો ! તમે સ્વર્ગ, પૃથ્વી ને પાતાલ, ત્રણે લોકોની રક્ષા કરવા રાતદિવસ જાગો છો.
*
१९. हे प्रभु ! हजार पद्मों से आपकी पूजा करने का विष्णुजी का नियम था । एक बार विष्णुजी की परीक्षा करने के लिए आपने एक पद्म गायब कर दिया । तब विष्णुजीने पद्म के बजाय अपना एक नेत्र आपके चरणों में अर्पित किया । उनकी भक्ति से प्रसन्न होकर आपने विष्णुजी को सुदर्शन चक्र प्रदान किया । हे प्रभु, आप तीनों लोक (स्वर्ग, पृथ्वी और पाताल) की रक्षा के लिए सदैव जाग्रत रहते हो ।