Monday, 25 November, 2024

Verses 01-05

147 Views
Share :
Verses 01-05

Verses 01-05

147 Views

विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः।
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥१॥

Om vishvam vishnur-vashatkāro bhuta-bhavya-bhavat-prabhuh;
Bhutakrud bhutabhrud bhāvo bhutātma bhuta-bhāvanah.

(હરિગીત)
તમે થયા છો વિશ્વરૂપ ને તમે વિશ્વમાં વ્યાપક છો,
ભૂત ભાવિ ને વર્તમાનના સ્વામી તેમ જ શાસક છો;
કર્તા સૌના, ધારણપોષણકર્તા, સત્યસ્વરૂપ તમે,
આત્મરૂપ હે સૌના સ્વામી! તમને નમીએ આજ અમે.
——————–
पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।
अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥२॥

Putātma paramātma cha muktānām paramā gatih;
Avyayah purusha sakshi kshetrajno(na)kshara eva cha.

ઉદઘૃત કરતા શરણમાત્રથી પવિત્ર કરતા પૂર્ણ તમે,
પવિત્ર મુક્તજનોની ગતિ છો, સાક્ષી અવ્યય તેમ તમે;
પરમ પુરુષ છો, શરીરધારી, શરીરમાં વસનાર વળી,
અવિનાશી છો તમે, તમારી કૃપા થકી સૌ જાય તરી.
——————–
योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।
नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः ॥३॥

Yogo yoga-vidam neta pradhāna purusheshvarah;
Narasimha vapuh shreemān keshavah purushottamah.

સુખનું સાધન તમે જ કેવળ, યોગીશ્વર સૌના નેતા,
જડચેતનના નાથ તમે છો, પુરુષોત્તમ સૌના જેતા;
નૃસિંહરૂપ તમે ધારેલું, વિભૂતિથી સંપન્ન તમે,
કૃષ્ણરૂપ પુરુષોત્તમ તમને, કરીએ વંદન નાથ અમે.
——————–
सर्वः शर्वः शिवः स्थाणुर्भूतादिर्निधिरव्ययः ।
संभवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥४॥

Sarvah sharvah shivah sthānuh bhootādir nidhir avyayah;
Sambhavo bhāvano bharta prabhavah prabhur ishvarah.

સર્વરૂપ છો, દૃશ્ય વસ્તુને દ્રષ્ટામાં લય કરતા છો,
મંગલ છો ને અવિચળ તેમ જ ભૂતમાત્રના કારણ છો;
અવિનાશી ભંડાર વીર્યના, પોતે પોતાના કર્તા,
ઈશ્વર સ્વામી નાથ તમે છો પ્રણામ બંધનના હર્તા!
——————–
स्वयंभूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।
अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥५॥

Svayambhoo shambhur adityah pushkaraksho mahā-svanah;
Anādi nidhano dhāta vidhāta dhātur uttamah

વળી સ્વયંભૂ શંકર તેમ જ સૂર્યરૂપ છો વેદ તમે,
કમળનેત્ર ને અનાદિ તેમ જ અંત સર્વના એક તમે;
ધારણકર્તા તેમ વિધાતા શ્રેષ્ઠ તમે બ્રહ્માંડ તણા,
તત્વરૂપ હે દેવ, તમોને પ્રણામ કરીએ અમે ઘણા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *