Verses 06-10
By-Gujju24-04-2023
Verses 06-10
By Gujju24-04-2023
अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।
विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठः स्थविरो ध्रुवः ॥६॥
Aprameyo rishikeshah padmanābho mara-prabhuh;
Vishvakarmā manu-stvastha sthavishtah sthaviro dhruvah.
સિધ્ધ તમોને કરવા કોઈ નહિ જોઈએ ખરે પ્રમાણ,
ઈન્દ્રિયોના સ્વામી, જગના નાયક, હે દેવોના પ્રાણ!
મનોરૂપ તમ, પદ્મનાભ છો, પૃથ્વીરૂપ તમે જ ખરે,
દૃઢસંકલ્પ, સર્વના સૃષ્ટા તમને ભજતાં સર્વ તરે.
——————–
अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।
प्रभूतस्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥७॥
Agrāhyah shāshvatah krishno lohitākshah pratardanah;
Prabhoota strika kubdhāma pavitram mangalam param.
બુદ્ધિમનથી અતીત, શાશ્વત, કૃષ્ણરૂપ છો પુનિત તમે,
લાલનેત્રના, ચાબુકપેઠે વશ કરનારા સર્વ તમે;
પ્રભુતાવાળા, ત્રિભુવનવાસી, મંગલથી પણ મંગલ છો,
પ્રેમ કરીને પ્રણામ કરીએ, સ્વીકૃત હે પ્રભુ, પ્રેમે હો!
——————–
ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥८॥
Ishānah prānadah prāno jyeshthah shreshthah prajāpatih;
Hiranya-garbho bhoo-garbho mādhavo madhusudanah.
તમે નિયંતા પ્રાણ બધાંના, જીવનના દેનારા છો,
સર્વથકી ઉત્તમ ને મોટા, બ્રહ્મા થૈ રે’નારા છો;
હિરણ્યગર્ભ, વળી સૃષ્ટિના સાર તમે તો કેવળ છો,
લક્ષ્મીના સ્વામી, મધુસૂદન, કોટિ પ્રણામ તમોને હો!
——————–
ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥९॥
Ishvaro vikramee dhanve medhāvee vikramah kramah;
Anuttamo duradharshah krutagnah krutir ātmavan.
પરાક્રમી છો ઈશ્વર, વિક્રમ, ધનુર્ધારી વળી મેધાવી,
જગનો ક્રમ કરનારા, દર્શન દેતા ભકત્તોને તાવી;
કૃતજ્ઞ તમે જ આત્મા સૌના,સર્જનમાં પણ વસનારા,
નમન હજારોવાર તમોને ચરાચરોમાં વસનારા!
——————–
सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।
अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः ॥१०॥
Suresha sharanam sharma vishva-retah praja-bhavah;
Aham samvatsaro vyalah pratyaya sarva-darshanah.
ઇન્દ્રોના પણ ઈન્દ્ર તમે છો, શરણ સર્વના, સુખ કરતા,
પિતા વિશ્વના, લોકરૂપ ને દિવસ વર્ષરૂપે ફરતા;
સર્પ જેમ અગ્રાહ્ય તમે છો, ભાવિકને દર્શન દેતા,
સમદર્શી છો, વંદન તમને ચરાચરોના હે નેતા!