Monday, 16 September, 2024

Verses 096-100

103 Views
Share :
Verses 096-100

Verses 096-100

103 Views

सनात्सनातनतमः कपिलः कपिरव्ययः ।
स्वस्तिदः स्वस्तिकृत्स्वस्ति स्वस्तिभुक्स्वस्तिदक्षिणः ॥९६॥

Sanāt sanātana-tamah kapilah kapiravyayah;
Swastida swasti-krut swasti swastibhuk swasti-dakshinah.

પુરાણ તેમ સનાતન છો ને કપિલદેવ હનુમાન તમે,
અવિનાશી, કલ્યાણ આપતા, મંગલકર, કલ્યાણ તમે;
વિનાવિલંબે પ્રસન્ન થઈને ભક્ત્તોનું મંગલ કરતા,
સદા કરી દો મંગલ, તમને નમીયે દૈન્યતણા હરતા.
——————–

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगः शब्दसहः शिशिरः शर्वरीकरः ॥९७॥

Aroudrah kundali chakri vikra-myoorjita shasanah;
Shabdātiga shabda-sahah shishira sharvaree karah.

સુંદર, કુંડલ ધારણ કરતા, જગતચક્રના સ્વામી છો,
પરાક્રમી ને શાસક સૌના, શબ્દાતીત, અનામી છો;
જ્ઞાનતણા છો લક્ષ્ય, શિશિરની જેમ તાપને શાંત કરો,
દિવસરાત કરનારા, નમીયે, ક્લેશ અમારા સર્વ હરો.
——————–

अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणांवरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥९८॥

Akroorah peshalo daksho dakshinah kshaminam varah;
Vidvattamo veeta-bhayah punya-shravana kirtanah.

કુશળ, દયાળુ તેમ સુશોભિત,વળી વિચક્ષણ સદા કહ્યા,
ક્ષમાશીલમાં શ્રેષ્ઠ, અભય ને વિદ્વાનોમાં શ્રેષ્ઠ ગણ્યા;
શ્રવણ તમારું કીર્તન જનને પુણ્ય ધરે, મંગલ આપે,
કૃપા કરી દો, કૃપા તમારી ક્લેશ તેમ બંધન કાપે.
——————–

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुःस्वप्ननाशनः ।
वीरहा रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः ॥९९॥

Uttarano dushkrutiha punyo dussvapna nashanah;
Veeraha rakshana santo jeevanah parya-vasthitah.

તારક સૌના, દુષ્ટ કર્મના નાશક, ઉત્તમ પુણ્ય તમે,
દુષ્ટ સ્વપ્ન જેવાં દુઃખોના નાશક છો, શૂરવીર તમે;
રક્ષક તેમ જ જીવન જગના, સંતસ્વરૂપે તમે રહ્યા,
રગરગમાં વ્યાપી જાઓ છો, તમને વ્યાપક બધે કહ્યા.
——————–

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥१००॥

Ananta roopon anta shreeh jitamanyur-bhayāpahah;
Chaturasro gabheer ātma vidisho vyadisho dishah.

અનંતનામી, અનંતરૂપી, અનંત શક્ત્તિવાળા છો,
ક્રોધજીત ને ભયનાશક છો, મૃત્યુના પણ મારક છો;
ચાર દિશામાં ફેલાયેલા, દિશા થકી પર, ગંભીર છો,
દિશારૂપ છો, આજ્ઞાકારી, અમને મંગલદાયક હો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *