Verses 101-105
By-Gujju24-04-2023
Verses 101-105
By Gujju24-04-2023
अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥१०१॥
Anadir bhoor-bhuvo lakshmi suveero ruchir angadah;
Janano jana janmādih bheemo bheema-parākramah.
અનાદિ છો, પૃથ્વી છો, તેમજ સૃષ્ટિની શોભા પણ છો,
વીર તેમ છો ભૂષણવાળા, જનક સર્વ જીવોના છો;
લોકજન્મના કારણ તેમજ ઉગ્ર કર્મના કરનારા,
પરાક્રમી છો, નમીયે તમને, દુઃખદર્દના હરનારા.
——————–
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥१०२॥
Adhara nilayo dhāta pushpa-hāsah prajāgarah;
Urdhvaga sat-pathā-charah prānadah pranavah panah.
આશ્રયસ્થાન, બધાંના ધાતા, ફૂલ જેમ હસનારા છો,
જગના હિત માટે જાગ્રત ને ઉત્તમ ગતિ ધરનારા છો;
ન્યાય-નીતિના સ્વરૂપ તેમજ પ્રાણ સર્વના, પ્રણવ તમે,
સત્યપ્રતિજ્ઞ, અનંત, તમોને નમીયે વારંવાર અમે.
——————–
प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥१०३॥
Pramānam prāna nilayah prāna-bhrut prāna jeevanah;
Tattvam tattva videkātma janma mrutyu jaratigah.
પ્રમાણના પણ પ્રમાણ છો, ને પ્રાણતણા ભંડાર તમે,
પ્રાણ પોષનારા ઉત્તમ ને પ્રાણ, પ્રાણના સાર તમે;
એક, તત્વજ્ઞાની ને મૃત્યુ જન્મજરાથી રહિત તમે,
વિરહદુઃખથી રહિત કરી દો, નમીયે વારંવાર અમે.
——————–
भूर्भुवःस्वस्तरुस्तारः सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः ॥१०४॥
Bhoor-bhuva svasta-rustarah savita pra-pitāmahah;
Yajno yajna-patir-yajva yajnango yajna-vahanah.
લોકલોકના વૃક્ષરૂપી છો, ભવસાગરના તારક છો,
પિતાસર્વના, પિતાના પિતા, પ્રપિતામહ પણ આપ જ છો;
યજ્ઞરૂપ છો, યજ્ઞદેવતા, મંગલના યજમાન તમે,
યજ્ઞસાર, સાધનથી મળતા, નમીયે વારંવાર અમે.
——————–
यज्ञभृद् यज्ञकृद् यज्ञी यज्ञभुग् यज्ञसाधनः ।
यज्ञान्तकृद् यज्ञगुह्यमन्नमन्नाद एव च ॥१०५॥
Yajna-bhrut yajnakrut yajnee yajnabhuk yajna-sādhanah;
Yajnanta-krut yajna guhyam anna mannada eva-cha.
સંરક્ષક ને હિતના યજ્ઞો યુગયુગમાં કરનાર તમે,
ભોક્ત્તા, ફળદાતા મંગલના, યજ્ઞ થકી છો સાધ્ય તમે
જીવનયજ્ઞ તણા અંતક ને જીવનના છો સત્વ તમે,
અન્ન, અન્નના દેનારા હે, નમીયે વારંવાર અમે.