Verses 11-15
By-Gujju24-04-2023
Verses 11-15
By Gujju24-04-2023
अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः ।
वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः ॥११॥
*
Aja sarveshvara siddhah siddhi sarvadir achyutah;
Vrishākapiramey atma sarva-yoga vinih-srutah.
*
જન્મરહિત છો, ઈશ્વર સૌના, સિદ્ધિ તેમ જ સિધ્ધ તમે,
સર્વ જગતના મૂળતત્વ છો, અવિચળ એવા એક તમે;
અમેય, ધર્મતણા રક્ષક છો, અસંગ કર્મ કરો તોયે,
નિત્યમુક્ત્ત તમને ભજવાથી મેળવશે મુક્ત્તિ કો’યે.
——————–
वसुर्वसुमनाः सत्यः समात्माऽसम्मितः समः ।
अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥१२॥
Vasurva sumanāh satyah samatmā sammita samah;
Amoghah pundaree-kāksho vrusha-karma vrusha-krutih.
વસ્યા સર્વમાં, ઉદાર મનના, સત્ય સમાન સદાયે છો,
એક જ સરખા, અમોઘ તેમ જ કમળનેત્ર ને ધાર્મિક છો;
ધર્મરૂપ છો, ધર્મસ્થાપના કરવાને સાકાર બનો,
ધર્મમાર્ગથી ચાલે તેનાં સંકટ તેમ જ ક્લેશ હણો.
——————–
रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः ।
अमृतः शाश्वत स्थाणुर्वरारोहो महातपाः ॥१३॥
Rudro bahushira babhruh vishva-yoni shuchi-shravah;
Amrita shashvatah stanuh vararoho maha-tapah.
રુદ્રરૂપ ને વિશ્વરૂપ છો, પોષક સૌના મૂળ તમે,
શ્રવણ કર્યે ગુણગાન તમારા પવિત્રતામાં ભકત રમે;
અમૃત જગનું તમે નિત્યપદ, સુંદર અંગોવાળા ઈશ,
મહાતપસ્વી, ચરણ તમારે અમે નમાવીએ નિજ શીશ!
——————–
सर्वगः सर्वविद्भानुर्विष्वक्सेनो जनार्दनः ।
वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित् कविः ॥१४॥
Sarvaga sarva-vidbhanuh vishva-kseno janardanah;
Vedo veda-vidha-vyango vedango veda-vit-kavih.
ઓતપ્રોત અવનિમાં, સૌને જાણો તેમ જ તેજ ધરો,
તમે વિજયના સ્વામી છો, ને તમે જનાર્દન તાપ હરો;
વેદરૂપ છો, વેદ જાણતા,જ્ઞાન થકી સંપન્ન ખરે,
અંગ વેદનાં, અનાદિ કવિ હે, સ્મરણ તમારું શું ન કરે?
——————–
लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः ।
चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः ॥१५॥
Lokā-dhyaksha surā-dhyaksho dharmā-dhyakshah krutā-krutah;
Chatur-ātmā chatur-vyooha chatur-damshtrah chatur-bhujah.
જગના જીવન, ધર્મદેવના પાલક, હે સૌના સ્વામી,
કાર્ય તેમ કારણરૂપ સૌના બુદ્ધિમાન વળી છો નામી
જાગૃતિસ્વપ્નસુષુપ્તિતુર્યા તમે ચારમાં વ્યાપક છો,
ચતુર્ભુજ છો લય કરનારા, પ્રેમ કર્યાથી ચાહક હો.