Saturday, 7 September, 2024

Verses 16-20

117 Views
Share :
Verses 16-20

Verses 16-20

117 Views

भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः ।
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥१६॥

Bhrājishnur bhojanam bhokta sahishnur jagadādijah;
Anagho vijayo jeta vishva-yonih punar-vasuh.

સર્વપ્રકાશક, ભોજનપેઠે,તૃપ્તિ સૌને ધરનારા,
ભોકતા તમે સહિષ્ણુ, વિજયી, શુધ્ધ, દોષને હરનારા;
જગના કેવલ કારણ, દેહી,પૂરણ પ્રકૃતિના સ્વામી,
નમસ્કાર હો અનંત તમને, પ્રાણ રહો તમને પામી!
——————–

उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः ।
अतीन्द्रः संग्रहः सर्गो धृतात्मा नियमो यमः ॥१७॥

Upendro vamanah prāmshur amogha shuchir urjitah;
Ateendra sangrahah sargo dhrutatma niyamo yamah.

ઈન્દ્ર તેમ વામનરૂપી છો, વિરાટ તેમ અમોઘ તમે,
પવિત્ર તેમ મહાન દિવ્ય છો, ઈન્દ્રિયોથી શ્રેષ્ઠ તમે;
શક્ત્તિના સંગ્રહ ને સૃષ્ટા, આ જગના ધારણ કરતા,
યમ ને નિયમરૂપી હે સ્વામી, થાવ તમે બંધનહરતા!
——————–

वेद्यो वैद्यः सदायोगी वीरहा माधवो मधुः ।
अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः ॥१८॥

Vedyo vaidya sadā yogi veerahā mādhavo madhuh;
Ateendriyo maha-mayo mahotsāho mahā-balah.

યોગીવર છો, જ્ઞાનજ્ઞેય છો, વેદ્ય વળી ભવરોગતણા,
વીરોને હણનારા, માધવ,મધુમય પ્રીતમ ભકતતણા;
ઈન્દ્રિયોથી અતીત તેમ જ સાગર છો આનંદતણા,
માયારૂપ સશક્ત્ત તમોને સ્મરતાં મંગલ થતાં ઘણાં!
——————–

महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः ।
अनिर्देश्यवपुः श्रीमानमेयात्मा महाद्रिधृक् ॥१९॥

Mahā-buddhir-mahā-veeryo mahā-shaktir-mahā-dyuthih;
Anirdeshya vapuh-shreeman ameyatma mahā dridhrut.

પરાક્રમી ને તેજસ્વી છો, મોટામાં મોટી શક્ત્તિ,
બુદ્ધિસાગર, વૈભવવાળા, કૃપા કરો કરતાં ભક્ત્તિ;
વિરાટદેહી, મોટા મોટા પર્વતને ધારણ કરતા,
અમાપ બુદ્ધિવાળા, તમને પ્રણામ હે સંકટહરતા !
——————–

महेष्वासो महीभर्ता श्रीनिवासः सतां गतिः
अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥२०॥

Maheshvāso mahee-bharta shreenivasah satām gatih;
Aniruddha surānando govindo govidām patih.

તમે ધનુર્ધર પતિ પૃથ્વીના, લક્ષ્મીના આધાર ખરે,
સંતજનોની કેવલ ગતિ છો, પૂરણ વ્યાપક સર્વ સ્થળે;
દેવોને આનંદરૂપ છો, ઈન્દ્રિયોના નાથ તમે,
યોગી જ્ઞાનીના પણ સ્વામી, તમને નમીયે આજ અમે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *