Wednesday, 30 October, 2024

Verses 21-25

138 Views
Share :
Verses 21-25

Verses 21-25

138 Views

मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः ।
हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः ॥२१॥

Mareechir damano hamsah suparno bhujag uttamah;
Hiranya-nābhah sutapāh padmanābhah prajāpatih.

તમે સૂર્યના સૂર્ય, હંસ ને સૌનેયે દમનારા છો,
જીવ ઈશરૂપી પંખી ને શેષનાગ પણ સાચે છો;
હિરણ્યગર્ભ તપસ્વી તેમ જ પદ્મનાભ તમને જ કહ્યા,
પ્રજાપતિ તમ, શરણ તમારે આ સર્વે છે લોક રહ્યા.
——————–

अमृत्युः सर्वदृक् सिंहः सन्धाता सन्धिमान् स्थिरः ।
अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिहा ॥२२॥

Amrityuh sarvadruk simhah sandhāta sandhimān sthirah;
Ajo durmarshana shāsta vishrutātma surārihā.

અવિનાશી છો સૌના દ્રષ્ટા, આત્મારૂપી સિંહ તમે,
જગના ધાતા નિજ ભક્ત્તોને તારી દેતા દેવ તમે;
અવિકારી ને અજ છો તેમ જ પરમપ્રતાપી શાસક છો,
પ્રસિધ્ધ ખુબ જ, પરમાત્મા હે, વિરહદુઃખના નાશક હો!
——————–

गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः ।
निमिषोऽनिमिषः स्रग्वी वाचस्पतिरुदारधीः ॥२३॥

Gurur guru-tamo dhama satyah satya parākramah;
Nimisho-nimisha srugvee vāchaspatir udaradheeh.

ગુરુના ગુરુ ભવતારક ને વળી તમે જ અક્ષયધામ ખરે,
પરમસત્ય ને તમે પરાક્રમ તમને ભાવે ભક્ત્ત મળે;
કાળરૂપ છો, સુંદર માળા કંઠમહીં ધારણ કરતા,
પ્રસન્ન હો, હે પ્રભુ પરમાત્મા, શોકભેદભયના હરતા!
——————–

अग्रणीर्ग्रामणीः श्रीमान् न्यायो नेता समीरणः ।
सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् ॥२४॥

Agraneer gramanee shreemān nyāyo netā sameeranah;
Sahasra-moordhā vishvātma sahasrākshah saha-srapāt.

સૌના આગેવાન તમે છો, તેમ સમષ્ટિરૂપ થયા,
વિભૂતિવાળા, ન્યાયી, નેતા, પ્રાણરૂપ તમને જ કહ્યા;
હજાર પદ ને મસ્તક લોચનવાળા મંગલ વિશ્વાત્મા,
કૃપા કરી દો તમને દેખે લોચન મારાં પરમાત્મા!
——————–

आवर्तनो निवृत्तात्मा संवृतः संप्रमर्दनः ।
अहः संवर्तको वह्निरनिलो धरणीधरः ॥२५॥

Avartano nivrutātma samvruta sampra-mardanah;
Aha-samavartako vahnih anilo dharanee-dharah.

ફરીફરીને પ્રકટ થનારા, શાંત છતાં માયામય છો,
હણનારા અજ્ઞાનતિમિરને, દિનના સ્વામી હે પ્રભુ છો;
વૈશ્વાનર ને વાયુરૂપ છો, ધરતી ને ધારણ કરતા,
કૃપા કરી દો અમ પર આજે, હે સંકટબંધનહરતા!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *