Saturday, 7 September, 2024

Verses 31-35

107 Views
Share :
Verses 31-35

Verses 31-35

107 Views

अमृतांशूद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः ।
औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः ॥३१॥

Amritam-shoodbhavo bhānuh shasha-bindhu-sureshvarah;
Aushadham jagatah setuh satya-dharma parakramah.

અમૃતમય કરનારા, અમૃત, સૂર્ય તેમ છો ચંદ્રપ્રકાશ,
વળી સુરેશ્વર ભયના ઔષધ ,સેતુ તમે ભવજળના ખાસ;
સત્ય ધર્મ ને વીર્ય મૂર્તિ છો, ચમત્કારથી પૂર્ણ તમે,
વિશ્વદેવ તમને નેહેથી નમીયે લાખોવાર અમે!
——————–

भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥३२॥

Bhoota-bhavya bhavannāthah pavanah pāvano-analah;
Kāmaha-kāma-krutkāntah kāmah kāma-pradah prabhuh.

ભૂતભાવિના નાથ વાયુરૂપ, પાવન સ્વામી કામતણા,
માયાના નાશક છો અગ્નિ, ભર્યા કામના કાન્ત ઘણા;
ઈચ્છા પૂરી કરનારા છો, કામરૂપ સાચે જ તમે,
પ્રભુજી, તમને પ્રેમ કરીને, નમીયે લાખોવાર અમે!
——————–

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥३३॥

Yugādi-krud yuga-varto naika-māyo mahā-shanah;
Adrushyo vyakta-roopa schha sahasra jid ananta jit.

યુગના કર્તા, યુગના ધારક, અનેકવિધ માયાભરિયા,
જગના નાશક, નિર્વિકાર ને  નિરાકાર સુખના દરિયા;
હજાર દૈત્યોના છો જેતા, માયાના પણ છો સ્વામી,
નમીએ તમને પ્રેમ કરીને ખૂબ ખૂબ  હે બહુનામી!
——————–

इष्टोऽविशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः ।
क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥३४॥

Ishto-vishishta shishte-shtah shikhandee nahusho vrushah;
Krodhahā krodha-krutkarta vishva-bāhur maheedharah.

ઈષ્ટ સર્વના, વિશિષ્ટ સૌમાં, પંડિતના પણ ઈષ્ટ તમે,
અખંડવ્યાપક વળી મહીધર, કેમ નહીં ભજીએ જ અમે;
માયાજાળમહીં આ જગને પકડનાર માછી જેવા,
ક્રોધનાશ કરનારા, નમીયે, ઈચ્છા પૂર્ણ કરો એવા!
——————–

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥३५॥

Achyutah-prathitah prānah prānado vāsav ānujah;
Apāmnidhir adishthānam apramattah pratishthitah.

અવિનાશી ને પ્રસિધ્ધ તેમ જ પ્રાણ, જગતના જીવન છો,
પ્રાણ સર્વને દેનારા ને વામનરૂપ તમે પ્રભુ છો;
સાગરરૂપ, સર્વના આશ્રય, સંયમપૂર્ણ પ્રતિષ્ઠત છો,
સ્વાર્થરહિત હે પ્રભો!  સહુને સદાય માટે મંગલ છો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *