Sunday, 22 December, 2024

Verses 36-40

136 Views
Share :
Verses 36-40

Verses 36-40

136 Views

स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।
वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥३६॥

Skandah sanda-dharo dhuryo varado vāyu-vāhanah;
Vāsudevo bruhad bhanuh adidevah purandarah.

કાર્તિકસ્વામી, ધર્મધુરંધર, વરદ, વિશ્વને ધરનારા,
વાયુસમા વેગીલા, તેમ જ વાસુદેવ, મધુ હસનારા;
વિરાટ, સૂર્યસમા તેજસ્વી, આદિદેવ છો એક તમે,
દેહનગરના વસનારા હે, પ્રણામ કરીયે આજ અમે!
——————–

अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः ।
अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥३७॥

Ashokas tāranas tarah shoorah-shourir janeshvarah;
Anukulah shatāvartah padmee padma-nibhekshanah.

શોકરહિત ને તારક તેમ જ, એકતાર સૌની સાથે,
શૂર તેમ અનુકૂળ, શૂરમાં શ્રેષ્ઠ, જનેશ્વર છો સાચે;
ધર્મકાજ અવતારો લેતા, બ્રહ્મા પદ્માસીન તમે,
કમળ નેત્ર હે, પ્રણામ કરીયે, તમને લાખોવાર અમે !
——————–

पद्मनाभोऽरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् ।
महर्द्धिरृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः ॥३८॥

Padmanābho ravindākshah padma-garbha-sharerabhrut;
Mahārdhibhooddho vruddhātma mahāksho garuda-dhvajah.

પદ્મનાભ ને મધુરનેત્ર છો, શરીરનું પોષણ કરતા,
હૃદયકમળના વાસી તેમ જ સમૃધ્ધિ લક્ષ્મી ધરતા;
આદિપુરુષ તમે છો, તેમ જ દ્રષ્ટા સૌના સિધ્ધ તમે,
અને ગુરૂડને વશ કરનારા, નમીયે વારંવાર અમે!
——————–

अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः ।
सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥३९॥

Atulah-sharabho bheemah sama-yagno havir-harih;
Sarva lakshana lakshanyo lakshmeevān samitin-jayah.

અનન્ય તોયે અનેકરૂપે વિભક્ત્ત બનતાં વસનારા,
તમે ભયંકર, સમય ઓળખી યોગ્ય કર્મને કરનારા;
સંકટ ભક્ત્તોનાં હરનારા, સર્વલક્ષ્યનું લક્ષ્ય તમે,
લક્ષ્મીવાળા હે, રણવિજયી, નમીયે લાખોવાર અમે !
——————–

विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः ।
महीधरो महाभागो वेगवानमिताशनः ॥४०॥

Viksharo rohito margo hetur-dāmodara sahah;
Mahidharo mahābhago vegavāna-mitāshanah.

મત્સ્યાવતાર, અવિનાશી છો, સદગતિ, સૌના કારણ છો,
દામોદર ને સહનશીલ છો, ધરતીધર, બડભાગી છો;
વેગવાન ને પ્રલયંકર છો, અહંકારના છો ભોગી;
નમસ્કાર તમને હે ઈશ્વર, હે યોગીના પણ યોગી!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *