Sunday, 22 December, 2024

Verses 41-45

138 Views
Share :
Verses 41-45

Verses 41-45

138 Views

उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥४१॥

Udbhavah kshobhano devah shree-garbhah parameshvarah;
Karanam kāranam karta vikartā gahano guhah.

અનંત બ્રહ્માંડોના સૃષ્ટા, પ્રકૃતિમાં કરનાર ક્રિયા,
દેવ સર્વને ધારણ કરતા, પરમેશ્વર કારણ સહુના;
હૃદય સર્વના, કર્તા તેમજ, વિકૃતિ કરતા પરમાત્મા,
ગહન, ગુપ્ત રહેનારા, તમને વંદીએ હે વ્યાપક આત્મા!
——————–

व्यवसायो व्यवस्थानः संस्थानः स्थानदो ध्रुवः ।
परर्द्धिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः ॥४२॥

Vyavasāyo vyavasthānah samsthānah sthānado dhruvah;
Parardhih parama-spashta stushtah pushtah-shubhe kshanah.

વ્યવસાયી છો, વળી વ્યવસ્થા કરનારા, સૌનાય નિવાસ,
ભક્ત્તજનોને પદ દેનારા, ધ્રુવ છો નાથ જગતના ખાસ;
પરમ તેમ છો પ્રકટ ભક્ત્તને, પૂર્ણકામ સંપન્ન વળી,
 પ્રેમદૃષ્ટિ છો, તમને ભજતાં ભક્ત્તો ભવને જાય તરી.
——————–

रामो विरामो विरतो मार्गो नेयो नयोऽनयः ।
वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥४३॥

Ramo virāmo virato mārgo neyo nayo-nayah;
Veerah-shaktimatam shreshto dharmo dharma-viduttamah.

રામરૂપ છો વિરામ સૌના, વિરત, માર્ગ છો મંગલના,
પ્રેમયોગ્ય ને આત્પકામ છો, વીર, વીરમાં શ્રેષ્ઠ ઘણા;
ધર્મરૂપ ને ધર્મ જાણતા, સર્વેમાં ઉત્તમ પણ છો,
નમસ્કાર તમને હે પ્રભુજી! સૌમાંયે સુંદર પણ છો.
——————–

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ॥४४॥

Vaikunthah purushah prānah prānadah pranavah pruthuh;
Hiranya-garbha shatrughno vyapto vayur-adhokshajah.

તમે દિવ્ય વૈકુંઠ કહ્યા છો, પુરુષરૂપ છો પ્રાણ તમે,
ચેતનદાતા પ્રણવરૂપ છો, વ્યાપક, નમીયે આજ અમે;
દ્રષ્ટા દૃશ્યરૂપે રે’નારા, દુશ્મનને હણનાર તમે,
વાયુતત્વ છો, અધમજનોને ઉત્તમપદ દેનાર તમે.
——————–

ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥४५॥

Rutu-sudarshanah-kalah parameshthi parigrahah;
Ugra-samvatsaro daksho vishramo vishva-dakshinah.

વળી સુદર્શન કામરૂપ છો, ઋતુના રૂપે તમે રહ્યા,
સૌનુંયે મંગલ ચાહનારા, સંગ્રહરૂપ તમે જ કહ્યા;
તેજસ્વી ને વર્ષરૂપ છો, તમે એકતારૂપ રહ્યા,
દક્ષ, વિરામ બધાંના, જગની રચનામાં નિષ્ણાત કહ્યા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *