Verses 46-50
By-Gujju24-04-2023
Verses 46-50
By Gujju24-04-2023
विस्तारः स्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् ।
अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः ॥४६॥
Vistarah sthavara sthanuh pramānam beejam avyayam;
Artho-anartho mahā-kosho mahā-bhogo mahā-dhanah.
(અનુષ્ટુપ)
વિસ્તર્યા જગમાં દેવ, તમે સ્થાવરજંગમે,
પ્રમાણરૂપ છો બીજ વિશ્વનું, સ્તવિયે અમે;
અર્થ તેમ અનર્થોના નાથ, કોશમહીં રહ્યા,
ભોગી છો, ધન છો શ્રેષ્ઠ, સાર સંસારના કહ્યા.
——————–
अनिर्विण्णः स्थविष्ठोऽभूर्धर्मयूपो महामखः ।
नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः ॥४७॥
Anirvinnah sthavishto bhooh dharma-yoopo mahā-makhah;
Nakshatra-nemir-nakshatree kshamah kshā-sameehanah.
ઉત્સાહી છો વળી સ્થાયી, અજન્મા, ધર્મસ્થંભ છો,
યજ્ઞરૂપ તમે તેમ ધ્રુવ-નક્ષત્ર દિવ્ય છો;
પૃથ્વી-ચંદ્ર તમે તેમ ક્ષમાશીલ સદાય છો,
ક્રિયાવાન છતાં આત્મા-નંદે મગ્ન બનેલ છો.
——————–
यज्ञ इज्यो महेज्यश्च क्रतुः सत्रं सतां गतिः ।
सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥४८॥
Yagna ijyo mahejyashcha kratuh-satram satām-gatih;
Sarva-darshee vimukt ātma sarvajno jnānam uttamam.
જપયજ્ઞ તમે પૂજ્ય, સર્વથી પૂજ્ય છો તમે,
યજ્ઞકર્તા વળી સંત ભક્ત્ત રક્ષક છો તમે!
સંતોની ગતિ છો સાચી, સર્વદર્શી તમે વળી
સર્વજ્ઞ મુક્ત્ત ને જ્ઞાન; ભક્ત્તનાં દુઃખ લો હરી!
——————–
सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् ।
मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥४९॥
Suvrata-sumukha-sookshmah sughosha-sukhada-suhrut;
Manoharo jita-krodho veer bahur vidaranah.
ભક્ત્તોનાં સુખને માટે વ્રત લેનાર સુંદર,
સૂક્ષ્મ ને સુખ દેનારા, નાદરૂપ મનોહર;
મિત્ર સૌનાય, અક્રોધી, વીર છો દુષ્ટનાશક,
નમસ્કાર તમોને હો વિશ્વના હે નિયામક!
——————–
स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।
वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥५०॥
Swāpanah svavasho vyāpee naikātma naika-karmakrut;
Vatsaro vatsalo vatsee ratnagarbho dhaneshvarah.
જ્ઞાનનિંદ્રામહીં સૂતા છો સ્વતંત્ર સદા તમે,
વ્યાપક વિશ્વમહીં ધામ, રૂપ કૈં કૈં ધર્યાં તમે;
અનેક કર્મોના કર્તા, પ્રેમી ને ભક્ત્ત વત્સલ,
સમુદ્રરૂપ, લક્ષ્મીના પતિ છો પ્રભુ નિર્મળ.