Sunday, 22 December, 2024

Verses 51-55

142 Views
Share :
Verses 51-55

Verses 51-55

142 Views

धर्मगुब्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् ।
अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥५१॥

Dharma-gub dharma-krut dharmee sada satksharam aksharam;
Avignata sahasramshur vidhātā kruta-lakshanah.

ધર્મતણા સ્થાપક ને રક્ષક, ધર્મી તેમ વિધાતા છો,
અને વિનાશી અવિનાશી ને સત્યાસત્ય જગતમાં છો;
જીવરૂપ અજ્ઞાનભર્યા છો, તેમ સૂર્યરૂપે પણ છો,
કૈંક ચિહ્નના ધારણ કરતા હે પ્રભુ, અમને મંગલ દો!
——————–

गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः ।
आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥५२॥

Gabhasti-nemih satva-sthah simho bhoota-maheshvarah;
Adi-devo mahā-devo devesho deva-bhrudguruh.

કિરણ સમાન પ્રકાશિત કરતા, સિંહ, સર્વના શાસક છો,
ભૂતમાત્રના ઉત્તમ ઈશ્વર, આદિદેવ પણ આપ જ છો;
મહાદેવ, દેવેશ, દેવગુરુ, દેવોના જીવનદાતા,
નમસ્કાર તમને હે મંગલ, પ્રભુજી મંગલના દાતા!
——————–

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥५३॥

Uttaro gopatir-gopta jnāna-gamyah purātanah;
Shareera-bhoota-bhrud-bhoktā kapeendro bhoori-dakshinah.

ભવસાગરથી ઉગારનારા, ઈન્દ્રિયોના છો સ્વામી,
રક્ષક સૌના, જ્ઞાનગમ્ય છો, વળી પુરાતન બહુનામી;
શરીરના સ્વામી ને પોષક, દ્રષ્ટા ભોક્ત્તા તેમ વળી,
અનંતધન છો, નાથ કપિના, નમીએ તમને ફરીફરી!
——————–

सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयः सत्यसंधो दाशार्हः सात्त्वतांपतिः ॥५४॥

Somapo amrutapa-somah purujit-puru-sattamah;
Vinayo-jaya-satya-sandho dasharhah satvatampatih.

અમૃત તેમ જ સોમરસતણા પીનારા ને ચંદ્ર તમે,
દેહનગરને જીતી લેતા જ્ઞાનથકી છો વીર તમે;
વિશ્વરૂપ છો, વિનયી, વિજયી, કૃષ્ણ વળી છો સત્યપ્રતિજ્ઞ,
ભક્ત્તોના પ્રભુ, કૃપા કરી દો, મહિમાથી છું ખરે અભિજ્ઞ.
——————–

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥५५॥

Jeevo vinayita sakshee mukundo mita vikramah;
Ambho-nidhir anantātmā mahodadhi-shayontakah.

જીવ તમે છો, પ્રેમભાવને જોનાર અંતર્યામી,
મુક્ત્તિના દેનારા, રસના સિંધુ, નટવર, બહુકામી;
અનંત આત્મા,અંતક સૌના, અશાંતિના હે હરનારા!
શાંતિતણા સાગરમાંહે છો શયન તમે તો કરનારા!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *