Sunday, 22 December, 2024

Verses 56-60

137 Views
Share :
Verses 56-60

Verses 56-60

137 Views

अजो महार्हः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।
आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः ॥५६॥

Ajo mahārhah svabhavyo jitā-mitrah pramodanah;
Anando nandano nandah satya-dharma tri-vikramah.

અજ ને પૂજ્ય મહાન તમે છો, સ્વેચ્છાથી જ પ્રકટનારા,
દુષ્ટવૃત્તિના તમે વિજેતા, પરમ હર્ષના ધરનારા;
ત્રિલોકમાં વસનારા તેમ જ નંદ તમે આનંદ થયા,
સત્યધર્મપાલક હે, મારા હૈયામાં હો તમે રહ્યા!
——————–

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् ॥५७॥

Maharshih kapilacharyah krutajno medineepatih;
Tripadastri dashadhyakshah mahā-shringah krutānta krut.

કપિલ મહર્ષિ તમે થયા છો, કૃતજ્ઞ, પૃથ્વીના પતિ છો,
ત્રિલોકવાસી, ત્રણે દશાના નાથ, કાળના કાળ જ છો;
મત્સ્યરૂપમાં અહંકારનાં શુંગ ધરીને ફરનારા,
અહંકારને ટાળો, કાપો બંધન, બંધન હરનારા!
——————–

महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥५८॥

Mahā-varāho govindah sushenah kanakāngadee;
Guhyo gabheero gahano guptash chakra gadādharah.

વરાહરૂપી, બ્રહ્મજ્ઞાનથી જ્ઞેય તમે ગોવિંદ ખરે,
સદગુણસેનાવાળા, અંગદ, સોનાના ધરનાર, હરે!
ગુપ્ત બધાથી, ગંભીર છો, ને ગહન તમારું રૂપ ખરે,
ચક્રગદાધર, કૃપા કરી દો, દર્શન તો તો દિવ્ય મળે.
——————–

वेधाः स्वाङ्गोऽजितः कृष्णो दृढः संकर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥५९॥

Vedhāh-svango jitah-krishno dridha-sankarshano chyutah;
Varuno vāruno vrukshah pushkarāksho mahā-manāh.

ધારક સૌના, સ્વાંગ ધારતા અજીત, કૃષ્ણ છો તમે કહ્યા,
આકર્ષણ કરનારા સૌને, દૃઢ ને અચળ સદાય રહ્યા;
વરુણરૂપ છો, અગસ્ત્ય છો, ને આ જગરૂપી વૃક્ષ તમે,
કમળનેત્ર! હે ઉદાર મનના! નમીયે વારંવાર અમે!
——————–

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः ॥६०॥

Bhagavān bhagāh anandi vanamali hala-ayudhah;
Adityo jyotir-adityah sahishnur-gati-sattamah.

લક્ષ્મીયશવૈરાગ્યધર્મ – ઐશ્વર્યમોક્ષવાળા ભગવાન,
સુખદ, સહિષ્ણુ, દુર્ગુણનાશક, જગવનમાળી છો ગુણવાન;
વામન ને બલદેવરૂપ ને સૂર્યથકીય પ્રકાશિત છો,
ઉત્તમ ગતિ છો સૌની, અમને ઉત્તમ ગતિ દેનારા હો!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *