Verses 61-65
By-Gujju24-04-2023
Verses 61-65
By Gujju24-04-2023
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।
दिवःस्पृक् सर्वदृग्व्यासो वाचस्पतिरयोनिजः ॥६१॥
Sudhanvā khanda-parashur daruno drāvinah pradah;
Divi-spruk sarva drug vyāso vāchaspatira yonijah.
પરશુરામ છો, સુધન્વા તમે, ઉગ્ર તેમ ધનના દાતા,
સ્વર્ગ તેમ સઘળે વ્યાપેલા, વ્યાસ સર્વના છો જ્ઞાતા;
સ્વયંભૂ વળી વાણીના છો દેવ તમે હે પરમાત્મા,
પ્રેમ કરીને નમીયે તમને, પ્રેમસિંધુ હે પરમાત્મા!
——————–
त्रिसामा सामगः साम निर्वाणं भेषजं भिषक् ।
संन्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् ॥६२॥
Trisāma sāmaga-sāmah nirvānam bheshajam bhishak;
Sanyāsa krutchhamah shanto nishthā-shāntih parāyanam.
ગાયત્રી ને પ્રણવરૂપ છો, સામવેદના ગાનારા,
સામવેદ, કૈવલ્ય તમે છો, ભવનું ઔષધ પાનારા;
ભવાટીની દવા, શાંતિ ને શાંત તમે નિષ્ઠાવાળા,
નિર્વિકાર ને ત્યાગી તમને નમીયે અમૃત પાનારા!
——————–
शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥६३॥
Shubhānga-shāntida srushta kumudah kuvaleshayah;
Gohito gopatir-gopta vrusha-bhāksho vrusha-priyah.
શાંતિ આપતા સુંદર તેમજ આ જગના સર્જનકરતા,
કુમુદસમાન સુવાસિત, રક્ષક, ઈન્દ્રિયોના હિતકરતા;
શેષ, નાથ જીવનના, તેમ જ તમે દીર્ઘદૃષ્ટિવાળા,
ધર્મપ્રાણ હે, દર્શન આપો અમને, હે મંગલ ન્યારા!
——————–
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाः श्रीवासः श्रीपतिः श्रीमतांवरः ॥६४॥
Anivarthee nivrut ātma samkshepta kshema-krutchhivah;
Shree-vatsa-vakshah shree-vāsah shree-pathih shreematām varaah.
કર્મઠ તેમ જ નિવૃત્ત તો છો, માયા સંકેલી લો છો,
શિવસ્વરૂપ છો, નિજ ભક્ત્તોનું મંગલ નિત્ય કરી દો છો;
લક્ષ્મીના પતિ, શ્રેષ્ઠ ધન્યમાં, ધામ સુખતણા એક તમે,
છાતીમાં શ્રીચિહ્ન ધરેલા, શરણે આવ્યાં આજ અમે.
——————–
श्रीदः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरः श्रेयः श्रीमाँल्लोकत्रयाश्रयः ॥६५॥
Shreeda-shreeshah shree-nivāsah shree-nidhi-shree-vibhāvanah;
Shree-dhara-shree-kara shreyah shree-mān-loka tray-ashrayah.
મંગલદાતા માયાના પતિ, લક્ષ્મીના ભંડાર તમે,
લક્ષ્મીધારી, મંગલકારી, શ્રેય પરમ સૌનુંય તમે;
ત્રણે લોકના આશ્રય એવા એક જગતમાં છો શ્રીમાન,
નમીએ તમને પ્રેમ કરીને, અરજ અમારી લેજો ધ્યાન!