Sunday, 22 December, 2024

Verses 66-70

131 Views
Share :
Verses 66-70

Verses 66-70

131 Views

स्वक्षः स्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्माऽविधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥६६॥

Svaksha svangah shatānando nandir jyotir ganeshvarah;
Vijit ātma vidhey ātma sat-kirtish chhinna samshayah.

સુલોચન અને દિવ્ય દેહના, અનંત છો આનંદ તમે,
ગ્રહનક્ષત્ર તણા છો સ્વામી, આત્મજીત વિખ્યાત તમે;
શંકરાહિત તમે શાસ્ત્રોથી સિધ્ધ સદાય થયેલા છો,
કૃપા કરી દો પૂર્ણ તમે તો કહો ન કોનું મંગલ હો!
——————–

उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः ॥६७॥

Udeerna-sarvatash chakshuh aneesha shāshvatah sthirah;
Bhooshayo bhooshano bhootir vishoka shoka-nāshanah.

શ્રેષ્ઠ તેમ સૌનાયે દ્રષ્ટા, સદાકાળ રહેનારા છો,
ઈશ્વર સૌના, ભુષણ જગના, વિભૂતિ સુખ દેનારા છો;
રામરૂપ ને શોકરહિત છો, શોકનાશ સૌનો કરતા,
લાખોવાર પ્રણામ તમોને થઈ જાવ બંધનહરતા!
——————–

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥६८॥

Archishmān architah kumbho vishuddhātma vishodhanah;
Aniriddho pratirathah pradyumno mita-vikramah.

જ્યોતિરૂપ ને પૂજ્ય તમે છો, કુંભ જગતના તમે ખરે,
વિશુધ્ધ તેમ જ મળ ધોનારા,સ્વતંત્ર છો પ્રધુમ્ન ખરે;
અમાપ બળના, નથી તમારે કોઈ વેર આ વિશ્વ વિશે,
નિર્વૈંર કરો, પ્રેમ ધરી દો, કૃપા કરી દો હૈયું હસે!
——————–

कालनेमिनिहा वीरः शौरिः शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥६९॥

Kālanemi niha veera shourie shoora-janeshvarah;
Trilokātma trilokeshah keshavah keshihā harih.

વીર, વીરના સ્વામી છો, ને કાલનેમિના નાશક છો,
ત્રિભુવનસ્વામી, પ્રાણ જગતના, કેશવ, સૌના ચાહક છો;
કેશિનિષુદન તેમ જ હરિ છો,પાપ અમારું પૂર્ણ હરો,
વળી અવિદ્યા ક્લેશ હરીને, અમને પૂર્ણ પ્રસન્ન કરો!
——————–

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनंजयः ॥७०॥

Kāma-devah kāma-palah kāmee kāntah krutagamah;
Anirdeshya vapuh vishnuh veero nanto dhananjayah.

કામદેવ ને પૂર્ણકામ છો, ઈચ્છા સૌ પૂરી કરતા,
પૃથ્વીના પતિ, શાસ્ત્રરચયિતા, વ્યાપક, અણુઅણુમાં ફરતા;
અનંત તેમ ધનંજય એવા પૂર્ણકામ પરમાત્મા છો,
વીર વીરના, નમીયે તમને, કૃપાળુ હે પરમાત્મા હો!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *