Sunday, 22 December, 2024

Verses 71-75

154 Views
Share :
Verses 71-75

Verses 71-75

154 Views

ब्रह्मण्यो ब्रह्मकृद् ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥७१॥

Brahmanyo brahma-krut brahmā brahma brahma-vivardhanah;
Brahma-vid brāhmano brahmee brahmajno brāhmana-priyah.

બ્રહ્મ તમે છો બ્રહ્મા તેમ જ બ્રાહ્મણની રક્ષા કરતા,
સત્યધર્મ ને વધારનારા, ધર્મ જાણતા ને રચતા;
ઈશ્વરદર્શી બ્રાહ્મણરૂપે તમે, તમે છો બ્રહ્મ કહ્યા,
વેદ જાણતા જ્ઞાનીના પ્રિય, હૈયામાં છો તમે રહ્યા!
——————–

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।
महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥७२॥

Mahā-kramo mahā-karma mahā-teja mahoragah;
Mahā-kritur mahā-yajva mahā-yagno mahā-havih.

સૃષ્ટિના ક્રમના કરનારા, મહાન તેજસ્વી કર્મી,
ચરાચરોમાં હજાર એવા, યજ્ઞ, યજ્ઞકર્તા, ધર્મી;
આહૂતિ ને બલિદાન છો, તમને નમીએ નિત્ય અમે,
કૃપા કરી દો, વિના તમારા કોઈ યે વસ્તુ નહિ ગમે!
——————–

स्तव्यः स्तवप्रियः स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥७३॥

Stavyah stava-priyah stotram stutih stotā rana-priyah;
Poornah poorayitā punyah punya-kirti ranāmayah.

સ્તુતિને યોગ્ય, તમે પૂરણ છો, સ્તુતિથી થાવ પ્રસન્ન ખરે
સ્તુતિરૂપ વળી સ્તુતિ કરનારા, લીલાપ્રિય છો પૂર્ણ ખરે;
દુઃખ અવિદ્યા વિકારથી પર, પુણ્યવાન છો ખૂબ તમે,
કૃપાકટાક્ષ કરી દો પ્રેમે, નમીયે વારંવાર અમે!
——————–

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥७४॥

Manojavas tirthakaro vasu-reta vasu-pradah;
Vasu-prado vāsudevo vasur-vasu-mana havih.

કામદેવ ને તીર્થરૂપ છો, બ્રહ્મ, ધન દેનાર તમે,
ચાર પદાર્થોના દેનારા, વાસુદેવ, હુતદ્રવ્ય તમે;
વિશ્વમહીં વસનારા તેમ જ જગતતણા કારણ પણ છો,
નમસ્કાર કરીયે હે પ્રભુજી, અમને હરનિશ મંગલ દો!
——————–

सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः ॥७५॥

Sadgati satkrutih satta sadbhooti satparāyanah;
Shoora-seno yadu-shreshthah sannivasah suya-munah.

સદગતિ છો ને, સત્કર્મી છો, સત્તા સત્યવિભૂતિ તમે,
સત્યપરાયણ, કૃષ્ણરૂપ છો, સદગુણ સેનાવાન તમે;
સંતજનોના આશ્રય તેમ જ જમના ઝેરરહિત કરતા,
નમીયે તમને પ્રેમ કરીને સદા થાવ સંકટહરતા!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *