Sunday, 22 December, 2024

Verses 76-80

141 Views
Share :
Verses 76-80

Verses 76-80

141 Views

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदो दृप्तो दुर्धरोऽथापराजितः ॥७६॥

Bhoota-vaso vāsudevah sarva-sunilayo analah;
Darpahā darpado drupto durdharo thā parājitah.

જીવમાત્રના નિવાસ છો, ને વાસુદેવ, અગ્નિય તમે,
ગર્વનાશ કરનારા ગૌરવ, સૌના પ્રાણાધાર તમે;
વિજયી તેમ જ કષ્ટસાધ્ય છો, વંદન કરીયે ખૂબ અમે,
કૃપા કરી દો ચિત્ત તમારાં ચરણ તજી ના ક્યાંય ભમે!
——————–

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः ॥७७॥

Vishva-murtir-maha-murtih deepta-murtir amurtiman;
Aneka-murtir avyaktah shata-murti shata-nanah.

વિરાટ, વ્યાપક ને તેજસ્વી, નિરાકર છો તમે મહાન,
એક છતાંયે અનેક એવા, હજાર મુખવાળા, છો પ્રાણ;
વિવિધસ્વરૂપમહીં રહેનારા, કૃપાતણું દો આજે દાન,
રૂપ તમારું મંગલ એમાં આંખ ધરે હંમેશાં ધ્યાન.
——————–

एको नैकः सवः कः किं यत् तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥७८॥

Eko-naika savah kah kim yat tatpada manuttamam;
Loka-bandhur lokanātho mādhavo bhakta-vatsalah.

એક છતાં છો અનેક, તેમ જ વિના તમારા કોણ અહીં,
વિના તમારા કશુંય છો ના, દિવ્ય તમારી મૂર્તિ કહીં;
ઉત્તમ પદને લોકબંધુ છો, લોકનાથ ને માધવ છો,
નમીયે તમને પ્રેમ કરીને! ભક્ત્તવત્સલ સનાતન છો.
——————–

सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी ।
वीरहा विषमः शून्यो घृताशीरचलश्चलः ॥७९॥

Suvarna varno hemāngo varāngash chandan angadee;
Veerahā vishama shoonyo ghrita sheer achalash chalah.

સુવર્ણસુંદર, સદા પ્રકાશિત, ચંદનના ભૂષણવાળા,
દૈત્યવિનાશક, સદા વિલક્ષણ, કોઈ ના દૂષણવાળા;
સદા તૃપ્ત ને સૂક્ષ્મ, અચળ છો,ચલાયમાન છતાં લાગો,
કૃપા કરી સઘળાંય અમારાં બંધન તનમનનાં ભાંગો!
——————–

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यः सत्यमेधा धराधरः ॥८०॥

Amānee mānado mānyo loka-swami trilokadhrut;
Sumedhā medhajo dhanyah satya-medhā dharā-dharah.

નમ્ર, માન ભક્ત્તોને દેતા, પૂજ્ય તમે સૌથીયે ખરે,
લોકનાથ, ત્રિભુવનના ધારક, બુદ્ધિવાળા, ધન્ય ખરે;
ન્યાયપરાયણ, ધરતીધારક, નમીયે તમને ખૂબ અમે,
 પ્રેમયજ્ઞથી પ્રકટ થનારા, નમીયે તમને ખૂબ અમે!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *