Saturday, 7 September, 2024

Verses 86-90

107 Views
Share :
Verses 86-90

Verses 86-90

107 Views

सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः ।
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥८६॥

Suvarna bindu-rakshobhyah sarva-vageeshvare-shvarah;
Mahā-hrado mahā-garto mahā-bhooto mahā-nidhih.

બીજરૂપ તમે સૌના, બ્રહ્માના નાથ, શાંત છો,
આનંદરૂપ, માયાના કૂપ છો, ને પ્રશાંત છો;
ભંડાર વીર્યના છો, ને સૌથી ઉત્તમ તત્વ છો,
નમીયે તમને દેવ! જગના માત્ર તત્વ છો.
——————–

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः ॥८७॥

Kumudah kundarah kundah parjanyah pāvan anilah;
Amrutansho mruta-vapuh sarvajnah sarvato-mukhah.

સર્વને હર્ષ દેનારા, તમે આનંદરૂપ છો,
વાયુવર્ષા તમે, તેમ શુભ્રપાવન ખૂબ છો;
સર્વજ્ઞ ને સુધાસ્વામી, મૃત્યુથી પર છો તમે,
સર્વવ્યાપક હે દેવ, તમને નમીયે અમે!
——————–

सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोऽदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः ॥८८॥

Sulabha suvratah siddhah shatru jichhatru-tāpanah;
Nyagro-dhodumbaro shvatthah chanoo-rāndhru nishoodanah.

(હરિગીત)
સાધનથી છો સુલભ સદાયે, તમે પ્રતિજ્ઞાપાલક છો,
પૂર્ણ સિધ્ધ છો, વટશાયી ને અક્ષયવટ પણ આપ જ છો;
ફલરૂપે બ્રહ્માંડતણા ને જગરૂપી અશ્વત્થ તમે,
આંધ્રદેશ-ચાણુર-વિનાશક, પ્રણામ કરીએ કૃષ્ણ અમે.
——————–

सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः ।
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥८९॥

Sahasrarchi sapta-jihvah saptaidhā sapta-vāhanah;
Amurtir anagho chintyo bhaya-krud bhaya-nashanah.

જ્યોતિરૂપ છો, સાત જીભના અગ્નિરૂપે તમે રહ્યા,
સાત જીભથી ભક્ષણ કરતા, વાહનવાળા સાત કહ્યા;
નિરાકાર, નિર્દોષ સદા છો, મનબુદ્ધિથી પર સ્વામી,
ભયનાશક, ભય નષ્ટ કરી દો, નમીયે હે અંતર્યામી!
——————–

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतः स्वास्यः प्राग्वंशो वंशवर्धनः ॥९०॥

Anurbruhat krushah sthulo guna-bhrunnir-guno-mahan;
Adhruta svadhruta svasyah prāgvamsho vansha-vardhanah.

વિરાટ છો ને અણુના જેવા, કૃશ છો તેમ જ સ્થૂલ તમે,
સગુણ વળી નિર્ગુણ છો, તેમ જ મહાન, સુંદરવન તમે;
પીંડ તેમ બ્રહ્માંડરૂપ છો, અનાસક્ત્ત સાચે જ તમે,
વંશ વિશ્વનો વધારનારા, સ્તવીયે તમને આજ અમે!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *