Vevan Lyrics in Gujarati
By-Gujju28-04-2023

Vevan Lyrics in Gujarati
By Gujju28-04-2023
એ આઘા પાશી થાય પેલી વેવાણ મોંડવે
ભલ ભલા ટૂંપ ખાય વગર રોંઢવે
એ આઘા પાશી થાય પેલી વેવાણ મોંડવે
ભલ ભલા ટૂંપ ખાય વગર રોંઢવે
એ નથી તને જોવલ હોંભળ વેવાણ
નથી શોડવી હોંભળ તું વેવાણ
કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે
કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે
હે ઘેરદાર ઘાઘરો ને રંગદાર ચૂડી
કોમણગારી આ વેવઈ ની છોડી
એ રૂપ તારૂં જોણે ચાંદ ની ચકોરી
જોઈ ખેંચાય મારા દલ વાળી દોરી
એ હે ગોરા તારા ગાલ લાગે રે કમાલ
ગોરા તારા ગાલ લાગે છે કમાલ
કોઈ રૂપ જોવા આવે કોઈ દુઃખી થાવા આવે
કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે
હે અણીયારી આંખે તું એક વાર તાકે
ગમે તે વાતે તું ઠાર કરી નાખે
હે પોંપણ ના પલકારે આશા અણહારે
ભલ ભલા નાચે તારા એક રે ઈશારે
હે હે તારી આ અદા કરી દે ફિદા
તારી આ અદા હઉ ને કરી દે ફિદા
કોઈ વાત કેવા આવે કોઈ વાત લેવા આવે
કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે