મન તુંહીં તુંહીં બોલે રે
By-Gujju20-05-2023
145 Views
મન તુંહીં તુંહીં બોલે રે
By Gujju20-05-2023
145 Views
મન તુંહીં તુંહીં બોલે રે, આ સુપના જેવું તન તારું
અચાનક ઊડી જાશે રે, જેમ દેવતામાં દારુ … ટેક
ઝાકળ જળ પળમાં વળી જાશે, જેમ કાગળ ને પાણી,
કાયાવાડી તારી એમ કરમાશે, થઈ જાશે ધૂળધાણી,
પાછળથી પસ્તાશો રે, મિથ્યા કરી મારું મારું … મન તુંહીં તુંહીં
કાચનો કૂંપો કાયા તમારી, વણસતાં નહિ વાર,
જીવ કાયાને સગાઈ કેટલી, મૂકી ચાલે વનમોઝાર,
ફોગટ ફૂલ્યાં ફરવું રે, ઓચિંતું થાશે અંધારું … મન તુંહીં તુંહીં
જાયું તે તો સર્વે જાવાનું, ઊગરવાનો ઉધારો,
દેવ, ગાંધર્વ, રાક્ષસ ને માણસ, સૌને મરણનો મારો,
આશાનો મહેલ ઊંચો રે, નીચું આ કાચું કારભારું … મન તુંહીં તુંહીં
ચંચળ ચિત્તમાં ચેતીને ચાલો, ઝાલો હરિનું નામ,
પરમારથ જે હાથે તે સાથે, કરો રહેવાનો વિશ્રામ,
ધીરા ધરા ધરથી રે, નથી કોઈ રહેનારું … મન તુંહીં તુંહીં
– ધીરો ભગત