Sunday, 22 December, 2024

Vidaai Ni Veda Lyrics in Gujarati

237 Views
Share :
Vidaai Ni Veda Lyrics in Gujarati

Vidaai Ni Veda Lyrics in Gujarati

237 Views

છોડી ને મૈયર
છોડી ને મૈયર બેની ચાલી રે સાસરિયે
વીરા જોજે આંશુ ના આવે બાપની આંખડીયે
ચાલી હતી જ્યાં હું પા પા પગલીયે
વિદાયની વેળા આવી આજે આંગણિયે
વિદાયની વેળા આવી આજે આંગણિયે

હો પારકાને પોતાના કરવા તું ચાલી
બેની રે વિનાનું ઘર લાગશે ખાલી
ખુશ રાખે તારો તને ભરથાર
વિદાયની વેળા આવી આજે આંગણિયે

હો મારા આંગણીયાની તુજ તુલસી
આબરૂ તું મારા કુળની
આંબલી પીપળી ઢીંગલો ઢીંગલી
હસતી રમતી હું લાડકી
પંખી વિનાનો
હો પંખી વિનાનો સુનો થાશે આ માળો
તું દીકરી થઇ મળી આભાર તારો
માવતરની લેજે તું સંભાળ
બાંધી મેં ખુસીયો હાથની રાખડીયે
વીરા જોજે આંશુ ના આવે બાપની આંખડીયે
વિદાયની વેળા આવી આજે આંગણિયે

હો મંગળ ફેરા આજ ફરતી આશિષ આપું વાલથી
હૈયે હરખ તોઈ આંખો છલકતી
પારકી થઇ લાડકી
હો કાળજાના કટકા
કાળજાના કટકા  ખુશ તુ રેજે
યાદો તારી હૈયા માં રેશ
સાસરિયે વરસાવજે તું વાલ
વીરા જોજે આંશુ ના આવે બાપની આંખડીયે
વિદાયની વેળા આવી આજે આંગણિયે
વિદાયની વેળા આવી આજે આંગણિયે
હો વિદાયની વેળા આવી આજે આંગણિયે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *