Tuesday, 19 November, 2024

વિક્રમ વેતાલની વાર્તા ભાગ 2

257 Views
Share :
વિક્રમ વેતાલની વાર્તા ભાગ 2

વિક્રમ વેતાલની વાર્તા ભાગ 2

257 Views

વિક્રમ રાજા વળી વેતાલનો પીછો કરીને સિદ્ધવડ સુધી પહોચે છે. મહામુશ્કેલીથી વેતાળને કાબુમાં કરીને ખભા પર નાખી પાછા ફરે છે. પરંતુ રસ્તો અને સમય પસાર કરવા વેતાળ એક નવી વાર્તા શરુ કરે છે.

ઉજ્જૈની નગરીમાં મહાબલી નામનો રાજા રાજ કરતો હતો. એક દિવસ રાજાએ પોતાના દૂત હરિદાસને બીજા રાજ્યમાં સંદેશો લઈને મોકલ્યો. હરિદાસને ત્યાં ઘણા દિવસો લાગ્યા. હવે તેને તેની સુંદર અને સૌમ્ય પુત્રી મહાદેવીની ચિંતા થવા લાગી. હરિદાસની પુત્રી મહાદેવી ખુબ જ સ્વરુપવાન, બુદ્ધિશાળી અને સર્વ ગુણ સંપન્ન હતી તેથી જ હરિદાસ પોતાની દીકરી માટે બધા ગુણો ધરાવતો માણસ શોધી રહ્યો હતો.

હરિદાસ જ્યારે ઉજ્જૈની પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક બ્રાહ્મણ પુત્રને મળ્યો અને કહ્યું, “મેં તમારી પુત્રીના ઘણા વખાણ સાંભળ્યા છે. હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું.

હરિદાસે તે યુવકને પુછ્યુ તારામાં કોઇ વિશેષ ગુણ કે વિદ્યા હોય તો જણાવ…

હું તમામ ગુણોથી ભરપૂર છું, તેથી મેં તમારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. મારા જ્ઞાનથી મેં એવો રથ બનાવ્યો છે, જેમાં બેસીને તમે પળવારમાં ગમે ત્યાં પહોંચી શકો છો.

બ્રાહ્મણ પુત્ર બીજા દિવસે તેણે બનાવેલો રથ લઈને આવ્યો. જ્યારે હરિદાસે રથને કોઈપણ આધાર વિના ઉડતો જોયો ત્યારે તે બ્રાહ્મણ પુત્રથી ખૂબ પ્રભાવિત થયો અને તેને પોતાનો જમાઈ બનાવવાનું નક્કી કર્યું. હરિદાસ બ્રાહ્મણ પુત્ર સાથે રથમાં બેસીને ઉજ્જૈની પાછા આવ્યા.

આ તરફ હરિદાસના પુત્ર પાસે બીજા બ્રાહ્મણ પુત્રે તેની બહેન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અને કહ્યું, “મેં શાસ્ત્રો, પુરાણો અને વેદોની ઘણી વિદ્યાઓ શીખી છે. ગમે તે સ્થળે શું થઈ રહ્યું છે, હું એક જ ક્ષણમાં જાણી શકું છું.”

બ્રાહ્મણ પુત્રની વાત સાંભળીને હરિદાસનો પુત્ર ઘણો પ્રસન્ન થયો અને મનમાં તેને પોતાની બહેન માટે વરરાજા તરીકે પસંદ કર્યો.

મહાદેવીની માતા પાસે ત્યારે ત્રીજો બ્રાહ્મણ પુત્ર આવ્યો અને કહ્યું, મારે મહાદેવી સાથે લગ્ન કરવા છે.
માતાએ તેની યોગ્યતા વિશે પુછ્યુ.
યુવાને કહ્યુ શાસ્ત્રો સિવાય હું શસ્ત્રશાસ્ત્ર પણ જાણું છું. મારા દ્વારા છોડવામાં આવેલા તીરનું નિશાન હું ક્યારેય ચૂકી શકતો નથી.

મહાદેવીની માતાએ તે યુવકને પોતાના જમાઈ તરીકે પસંદ કર્યો.

આ રીતે પિતા, માતા અને ભાઇ દ્વારા ત્રણ અલગ યુવકોની પસંદગી કરવામાં આવી.. અને સૌથી મોટી સમસ્યા મહાદેવી માટે ઉભી થઇ કે તેણે પોતાના પતિ તરીકે કયો બ્રાહ્મણ પુત્ર પસંદ કરવો.

મહાદેવી આ વિચારોમાં ઘેરાયેલી હતી કે ત્યારે એક રાક્ષસ ત્યાં આવ્યો અને મહાદેવીને ઉપાડીને લઈ ગયો. જ્યારે મહાદેવીના ગુમ થયાની જાણ થઈ ત્યારે તેના માતા-પિતા ખૂબ જ દુઃખી થયા હતા.

ત્યારે મહાદેવીના ભાઈએ પોતાની પસંદગીના બ્રાહ્મણ પુત્રને બોલાવીને કહ્યું, “તમે તમારા જ્ઞાનના બળથી જાણો છો કે આ સમયે મારી બહેન ક્યાં અને કોની સાથે છે?”

“બ્રાહ્મણ પુત્ર તરત જ તેના જ્ઞાનનો ઉપયોગ કરીને કહ્યું,” મહાદેવીને એક રાક્ષસ ઉપાડી ગયો છે. અત્યારે મહાદેવી એક નિર્જન પર્વત પાસે છે. અને ખુબ જ દુ:ખી હાલતમાં છે. જો તેને તરત બચાવવામાં નહી આવે તો આ રાક્ષસ તેને નુકશાન પહોચાડશે.

આ સમાચાર સાંભળીને હરિદાસે તરત જ પોતાનાં પસંદગીના યુવકને ચમત્કારી રથ લઇ હાજર થવા જણાવ્યુ. મહાદેવીના સમાચાર જાણી ત્રીજો યુવક પણ ત્યા પહોચી ગયો અને તરત જ બધા પિતાની પસંદગીના બ્રાહ્મણ પુત્રના રથમાં સવાર થઈ ગયા. પિતાની પસંદગીનો બ્રાહ્મણ પુત્ર તેને જંગલમાં લઈ ગયો, જે ચારે બાજુથી ટેકરીઓથી ઘેરાયેલો હતો.

એક પર્વત પર મહાદેવી અને રાક્ષસ બંનેને ત્યા જોયા. એ ભયંકર રાક્ષસને જોઈને બધા ગભરાઈ ગયા. ત્યારે મહાદેવીની માતાના પસંદગીના બ્રાહ્મણ પુત્રએ ધનુષ્ય અને બાણ ઉપાડ્યા અને રાક્ષસ પર બાણોનો વરસાદ કર્યો. બ્રાહ્મણના પુત્રના બાણથી રાક્ષસની છાતી વીંધાઈ ગઇ. ટૂંક સમયમાં જ રાક્ષસ મરી ગયો અને મહાદેવીનો બચાવ થયો.

મહાદેવીને હેમખેમ બચાવીને બધા પાછા આવ્યા.
હવે ત્રણેય બ્રાહ્મણ પુત્રો અંદરોઅંદર લડવા લાગ્યા કે મહાદેવીનો પતિ કોણ હશે? ત્રણેય મહાદેવી સાથે લગ્ન કરવા માટે પોતપોતાના તર્ક આપવા લાગ્યા.

પહેલા બ્રાહ્મણ પુત્રે કહ્યું, “જો હું સમયસર રથ પર સૌને બેસાડીને ન લાવ્યો હોત તો મહાદેવીને બચાવી ન શકાત.

બીજાએ કહ્યું, “મહાદેવી ક્યાં અને કોની સાથે છે તે જો મે મારા જ્ઞાનથી ન કહ્યુ હોત, તો તમે તેને ક્યારેય શોધી શક્યા ન હોત.”

ત્રીજાએ કહ્યું, “જો મે તે રાક્ષસને મારી ન નાખ્યો હોત, તો મહાદેવી ક્યારેય તેની કેદમાંથી મુક્ત ન થઇ શકી હોત.

વાર્તા સંભળાવ્યા પછી વેતાલે વિક્રમને પૂછ્યું, “વિક્રમ, કહો, મહાદેવી કોની પત્ની બને તે સૌથી યોગ્ય ગણાશે ?”

વિક્રમે કહ્યું, “સાંભળો, વેતાલ, એક યુવાને મહાદેવીની ભાળ મેળવી અને બિજાએ ત્યા સુધી પહોચાડવામાં મદદ કરી. હતી પરંતુ જે બ્રાહ્મણ પુત્રએ રાક્ષસને મારીને મહાદેવીને બચાવી હતી, તેની સાથે તેના લગ્ન કરવા જોઈએ. પતિ બનવાનો અધિકાર તેનો છે જે પોતાની પત્નીની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દે.”

વિક્રમ રાજાનો જવાબ સાંભળી વેતાળે કહ્યુ “વાહ વિક્રમ વાહ…તમારો જવાબ એકદમ સાચો છે. ખરેખર તમે શુરવીરની સાથે મહાજ્ઞાની પણ છો પરંતુ તમે શરતનો ભંગ કર્યો છે. તમે બોલ્યા એટલે હુ તમારી સાથે નહી આવુ…..હુ જાઉ છુ.. વિક્રમ..હા…હા..હા..”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *