Vinanti Swikaro Shriji Pirsu Thal Lyrics in Gujarati
By-Gujju20-06-2023
127 Views
Vinanti Swikaro Shriji Pirsu Thal Lyrics in Gujarati
By Gujju20-06-2023
127 Views
વિનંતી સ્વીકારો, શ્રીજી પીરસું થાળ ઉમંગે
જમવા પધારો વાલા યમુનાજીના સંગે
વિનંતી સ્વીકારો, શ્રીજી પીરસું થાળ ઉમંગે
જમવા પધારો વાલા યમુનાજીના સંગે
મોહનથાળને માલ પૌવા સંગ વિધવિધ પાક ધરાવું
અરે દાળભાતને ભજીયા ચટણી હેતે હરી ખવડાવું
થાળ ધર્યો છે લાડીલાને હો… અતિ પ્રેમે આનંદે
જમવા પધારો વાલા યમુનાજીના સંગે
ધઉની પૂરી ધીમા બોળી કંસાર આપું ચોળી
પાપડ પાપડ તાજા તળીદવું, રસ કેરીનો ધોળી
ભાવ ધર્યું ભોજન ધરાવી હો..રંગુ તારા રંગે
જમવા પધારો વાલા યમુનાજીના સંગે
દહીં દૂધને માખણ મિશ્રરી એલચી પાન સોપારી
તુલસીપત્ર મુકીને આપું જલ જમુનાજીનાની જારી.
શ્રીજી તારૂં રૂપ નીરખું આંખો મારી જંખે
જમવા પધારો વાલા યમુનાજીના સંગે