Tuesday, 10 September, 2024

વાગડ ના વિર ક્ષત્રિય રાજપુત વરણેશ્વર પરમાર

227 Views
Share :
વાગડ ના વિર ક્ષત્રિય રાજપુત વરણેશ્વર પરમાર

વાગડ ના વિર ક્ષત્રિય રાજપુત વરણેશ્વર પરમાર

227 Views

પરમાર કુળ ના મુંજાજી પરમાર ઉજ્જૈન માં રાજય કરતા હતા. દિવસ-રાત રૈયત નુ હિત ઈચ્છતા એવા. પ્રજાવત્સલ એવા પરાક્રમી પરમાર મુંજાજી ના પરિવાર માં પહેલી ધર્મપત્ની ની કુંખે પુત્ર પુંજાજી તથા બિજા ધર્મપત્ની નાથકુંવર બા ની કુખે થી વર્ણયાતજી, વરણેશ્ર્વર તથા દિકરી લીલાંબા હતા.

આમ બંધુ બેલડી પોતાના રાજ કાજ માં આનંદ થી દિવસો પસાર કરતાં હતા. મોટાભાઈ પુંજાજી ના લગ્ન જાંબુવતીબા થી થાય છે. રાજ દરબાર અને નગર માં ધુમધામ થી લગ્નવિધી પતાવી પોતાના સુખ સંસાર માં દુધ માં સાકર ભળે તેમ જાંબુવતી બા સાસરા પક્ષ માં ભળી જાય છે…

પરમાર વંશ ના કુળદેવતા વરણેશ્ર્વર પરમાર નાનપણ થી જ ભક્તિ ભાવ થી જીવન વિતાવતા હતા દરોજ સવારે વહેલા ઉઠી સ્નાનાદી ક્રીયા પતાવી સુર્ય ભગવાન ને પ્રણામ કરી એક જ વચન માંગતા કે હે..ઊગતા ભાણ..મારા આરાધ્ય દેવ હુ…તારી પાસે શુ માંગુ…?..હે દેવ મારુ મોત ગૌમાતા ની રક્ષા માં થાય એવુ વચન માંગુ છુ..એવી પ્રાથના કરુ છુ…તો હે..મારા આરાધ્ય તુ મારી પ્રાથના જરુર સાંભળજે….આ તેમના નિયમ ની દરોજ ની પ્રાથના હતી…

સમયાંતરે એક દિવસ સ્નાના ક્રિયા પતાવી જ્યારે વરણેશ્ર્વર પરમાર સુર્ય ને અર્થ ભરી પ્રાથના કરતાં હોય છે..ત્યારે જ માતૃ તુલ્ય ભાભી શ્રી જાંબુવતી ટીખણ કરે છે..હે મારા વાલા દેવરાયજી માંગવા થી મોત મલતાં નથી જો ખરેખર ગાયો ની વારે મોત જોતુ હોય તો અહીંથી પશ્ર્ચિમ દિશા માં જાઓ જ્યાં દરોજ મલેચ્છો ગાયો ના હરણ કરે છે…..

નકકર હે દરિયા માડી નકકર પણ ના કર નાં નાં કર ખોટા ફંદ જીરે..હિંદુરાણા…….
માંગયા મોતણ ન આવે રે રાજ આવે ના હિંદુરાણા…

વહાંલા માતૃ તુલ્ય ભાભી શ્રી ના આવા વેણ સાંભળી વરણેશ્ર્વર પરમાર ને રીસ ચડે છે…અને ભાભી ને કહે…છે

મેણા ના માર ભાભલ માવડી મેણા માથા નો ઘા…..
આજે જ રણે સિધાવશુ ઈ તો ગાયુ ની વારે વેણવા

ત્યારે માતૃ તુલ્ય ભાભી શ્રી ના મુખ માં થી શબ્દો સરી પડે છે અને સ્ત્રી સ્વભાવ થી બોલી ઉઠે છે…

સિધાવો રણ સંગ્રામ માં ગાયો ની રક્ષા કાજ…
સાચે મોતીડે વધાવશુ જેદી ગાયુ વારશે વેણુઓ

મેણા ઉપર મેણા ના ઘા થી વરણેશ્ર્વર નુ હૃદય ચિત્કાર કરી ઉઠે છે..અને ત્યારે જ પોતે ઘોડાર માં જઈ પોતાના ઘોડા ઉપર અસવાર થઈ વરણેશ્ર્વર પશ્ર્ચિમ દિશા તરફ પ્રયાણ કરે છે…

ધોરે ઘોડે પલાણ નાખીયા વરણેશ્ર્વર થયા અસવાર…
શિહોરી તલવાર દીધી હાથ માં હાલ્યા ગૌ રક્ષા કાજ…

વરણેશ્ર્વર પરમાર એ જ્યારે ધોરે ઘોડે અસવારી કરી પશ્ચિમ દિશા બાજુ પ્રયાણ કરે છે…ત્યારે મોટાભાઈ વર્ણયાતજી અને નીલાંબા રાજ મહેલ માં પ્રવેશ કરે છે…વરણેશ્ર્વર વિર ને રાજ મહેલ માં કયાંય ના જોતા બેન નિલાંબા ભાભી જાંબુવતી ને પુછે છે..હે..ભાભી ભાઈ વરણેશ્ર્વર જી કયાંય દેખાતા કેમ નથી ???

ત્યારે ભાભી શ્રી જાંબુવતી બા નીલાંબા ને કહે છે…મારા થી એક મોટી ભુલ થઈ ગઈ છે..દરરોજ સુર્યનારાયણ ને અર્થ ભરી પ્રાથના કરતાં વરણેશ્ર્વર જી ને જોતા આજ મારા મોઢા માંથી કવેણ નિકળી ગયા અને વરણેશ્ર્વર જી રીસ કરી અહીંથી પશ્ર્ચિમ દિશા બાજુ ગાયુ ની વહારે ગયા છે…આ સાંભળતા જ નિલાંબા ક્રોધ થી ભાભી ને કહે છે….

ફટરે ભુંડી ભાભલડી તેતો ભલા નિભાવ્યા હેત…
કવેણ નાં વેણ કાંઢીયાં હવે કયાંથી ભાળશુ વિર વેણુઓ

ભાભી શ્રી આવાં વેણ સાંભળી ધ્રુસકે ધ્રુસકે રળી પડે છે…ભાભી ને રાજ મહેલ માં રડતાં મુકી ને જ વર્ણયાતજી ભાઈ અને નિલાંબા વરણેશ્ર્વર ની પાછળ જે મળે તેને વરણેશ્ર્વર ના સમાચાર પુછતા આવે છે…

પંચરંગી સાફો પહેરીઓ વળી ધોરે ઘોડે અસવાર શિહોરી તલવાર થી શોભતાં…..
તમે કયાંય ભાળ્યો મારો વિર વેણુઓ

પોતાના નગર માંથી નિકળી વરણેશ્ર્વર પરમાર પશ્ર્ચિમ દિશા માં ટીકર ગામે આવી પોતાના પ્રાણ પ્રિય ઘોડા ને તળાવ ની પાળે બાંધી ને બે ઘડી વિશ્રામ કરે છે…ત્યાંજ ધ્રુબાંગ..ધ્રુબાંગ..કરતાં ઢોલ નો અવાજ વરણેશ્ર્વર ને સંભળાય છે..એક પણ ઘડી નો વિલંબ ન કરતાં વરણેશ્ર્વર પોતાના ઘોડા પર અસવાર થઈ ગામ માં પ્રવેશે છે..અને ઢોલી ને પુછે છે..હે..ભાઈ ઢોલી તું આ બુંગીઓ શા માટે વગાડે છે?.. શું ગામ માં કોઈ આફત આવી છે..જે હોય તે મને જણાવ હુ પરમાર વંશી વરણેશ્ર્વર છુ..ત્યાજ ચારણ દેવી આઈ શક્તિ દેવલબાઈ વરણેશ્ર્વર ના રંગ રુપ અને પહેરવેશ પર થી કોઈ રાજબીજ છે..એમ જાણી લે છે…અને વરણેશ્ર્વર વિર ના ઓવારણા લ્યે છે.. દેવલબાઈ વીર ને સવાલ કરે..છે..કે

કયા રે દેશના રાજવી અને શુ છે તમારા નામ….
શાને કાજે સીધાવીયા? એવા સુ પડયા તમારે કામ

ઉજ્જૈન નગરી નો હુ રાજીયો વરણેશ્ર્વર મારા નામ….
ગાયા ની વહારે આવિયો બોલો બેની શુ પડયા અમારા કામ

ત્યારે દેવલબાઈ વરણેશ્ર્વર ના ઓવારણાં લઈ ને આંસુડા ની ધારુ થવા લાગી..રોઈ રોઈ ને બહેન દેવલબાઈ નો કાંછુડો ભીંજાઈ ગયો અને રોતા દેવલબાઈ બોલ્યાં કે…

રોઈ રોઈ ભીંજાણો દેવલબાઈ નો કાંછુડો..જાય નયને અખંડ ધાર ગાયુ હરાણી છે..ચારણો ની કે તમે વારે ચડો ને વિર વેણુઆ

ત્યારે વરણેશ્ર્વરજી દેવલબાઈ ને કહે છે..

રુઓ નહી દેવલબાઈ બેનડી મન માં રાખજો ધીર…
ગાયુ વારી અમે આવશું એમ બોલ્યા વરણેશ્ર્વર વીર

હાકલ પડી હિંદુઆ કમધેનુ ને કાજ…લાખેણી રાખવા લાજ પરમાર ઘોડે.. પલાણીયા

આમ કહી વરણેશ્ર્વર ધોરે ઘોડે અસવાર થઈ મલેચ્છા ઓ નો પિછો કરતા ટિકર ગામ થી આગડ આવ્યા ત્યારે એકલા અસવાર ને આવતો જોઈ મલેચ્છા ઓ મન માં મલકયાં અને વરણેશ્ર્વરજી ને કહયુ કે પાછો વળી જા હજી તારી ઉમર લડવા ની નથી..અમારા આવડા જણા ની સામે તારુ કામ નથી..શા માટે મોત ને વહાલું કરે છે..આવા શબ્દો સાંભળી વરણેશ્ર્વરજી બોલ્યા કે…

આવ્યો અવસર મહામુલો એળે ન જવા દેવાય…
એક ઘા અને ચાર મસ્તક ના પડે તો ઈ વરણેશ્ર્વરજી ન કહેવાય…

આમ કહી સામ સામી તલવાર ટકરાણી…વરણેશ્ર્વરજી સામે મલેચ્છાઓ નુ કંઈ ન ચાલ્યુ..ત્યારે સામે થી મલેચ્છાઓ એ હાર સ્વીકારી માફી માંગી જીવતા છોડી મુકવા પ્રાથના કરી..મલેચ્છાઓ ઉપર પણ દયા કરી વરણેશ્ર્વરજી ગાયુ ને વારી ને ચારણ આઈ ના નેહડે આવે છે..દેવલબાઈ ને વરણેશ્ર્વરજી ગાયુ વારી આવ્યા ના સમાચાર મલે છે..ત્યારે હરખ ના મારયા વિર ના સામૈયા ની તૈયારી કરે છે…અને હરખ ભેર વરણેશ્ર્વરજી ને સાચે મોતીડે વધાવી સામૈયુ કરે છે…અને દેવલબાઈ વરણેશ્ર્વરજી ને વધાવી ઓવારણા લે છે…

ભર્યા થાળ મોતીડે દેવલબાઈ હાલીયાં અંતર મન ઉઘડીયાં આજ વિર વરણેશ્ર્વર ને વધાવતાં

અને આજ સમયે બેન નિલાંબા અને ભાઈ વર્ણયાતજી આવી ને વરણેશ્ર્વરજી ના સમાચાર લે છે. ત્યારે ગામ ના લોકો કહે છે. જેમની તમે તપાસ કરો છો એ જ વિર ના અત્યારે અમારા ગામની ગાયુ વારી આવેલા વીર ના સામૈયા થાય છે..ત્યારે બેન નિલાંબા અને વર્ણયાતજી વરણેશ્ર્વરજી ને મળે છે..અને હરખ ઉત્પન્ન કરે છે..

દેવલબાઈ વરણેશ્ર્વરજી ને કહે છે..ભાઈ હવે આરામ કરો અને હું જમવાની તૈયારી કરાવુ છુ. ત્યારે વરણેશ્ર્વરજી કહે બેન આજે તો અગીયારસ નો ઉપવાસ છે..એટલે પહેલા તમે તમારી ગાયુ ગણી લ્યો એમા તમારી કોઈ ગાય રહી નથી ગઈ ને ત્યારે દેવલબાઈ કહે વીરા બધીય આવી ગઈ પણ મારી એક ગાય નથી આવી..જેની હું દરોજ પુજા કરતી એના દુધ ના દિવા કરતી..એવી મારી કવલી ગાય નથી આવી..
આવા કરુણ વચનો સાંભળીને વરણેશ્ર્વરજી અને વર્ણયાતજી બન્ને વિર એ દેવલબાઈ ને કહે છે..કે બહેન મન માં હિંમત રાખજો અમે બન્ને ભાઈઓ જઈને હમણા જ તમારી કવલી ગાય ને પાછી વાળી આવીએ છીએ..આ પરમાર વંશી વરણેશ્ર્વરજી અને વર્ણયાતજી ના વચન છે..ને બહેન ને વચન આપી..બન્ને ભાઈ..પોતાના ઘોડા પર અસવાર થઈ કચ્છ ના નાના રણ માં આવ્યા…ત્યારે દુર થી કુંડાળે બેઠેલા મલેચ્છાઓ જોઈને બન્ને વિરો પડકાર કરે છે..નરાધમો તમે અમારી સાથે કપટ રમી ને અમારી કવલી ગાય અમને પાછી આપો..આ વીરો નો પડકાર સાંભળી ને મલેચ્છાઓ ની છાતી ના પાટીયા બેસી જાય છે… અને કહે…છે

હે…શુરવિરો અમે તમારી ઈ કવલી કેમ કરી ને આપીએ કેમકે જે કવલી ની તમે વાત કરો છો..એ ગાય અમે વધેરી નાખી છે…
આ શબ્દ સાંભળતાં જ વરણેશ્ર્વરજી અને વર્ણયાતજી ની આંખ ક્રોધ થી લાલ થઈ જાય છે..અને વરણેશ્ર્વરજી વિચાર કરે છે..કે દેવલબાઈ ને વચન આપ્યુ છે..કે તમારી કવલી લઈ ને જ આવીશુ..પણ અહીંયા તો આ નરાધમો એ કવલી ને તો વધારી નાખી છે…

ધુંધારે ધેરુ ધબે કંપે શુરા ની કાય….ખરો જંગ ખેલાય વારે ચડ્યો વિર વેણુઓ

પોતાના હાથ માં રાખેલી તલવાર થી વરણેશ્ર્વરજી એ પોતાનુ મસ્તક ઉતારી દેવીશર તળાવ ની પાળે મુકે છે..માંથુ ઉતારવા ની સાથે જ છાતી માં આખ્યુ ફુટે છે..હાકલા….પડકાર ના અવાજ મસ્તક માંથી નિકળવા લાગ્યા..અને ધડ મલેચ્છાઓ ના મસ્તક વધેરતું આગળ…વધ્યું….

માથા ઉતારી ધડ લડે ધન્ય ધન્ય વરણેશ્ર્વર પરમાર…. ત્રણ…ત્રણ ગાઉ ની વાર…એક જ કવલી ગાય ને કારણે

ઘંમસાણ યુદ્ધ જામ્યું…

અડપડે ઝીક માંથી અચુક, કટ્ટ જાત શીશ ઘટ ટુક ટુક,
ફટ્ટજાત કૈંક ફેફરાં ફાર, હટ્ટ જાત કેક કાયર સંહાર,
કુદંત શીષ પડતે કબંધ, ધટ ધટત ખેત મચવાસ ધંધ,
રણંકે પ્રનાળ ભભકંત રક્ત, જોગણી પત્ર ભરીયંત જ્ત,
નાચંત વિર વેતાળ કેક, ઉછરંગ અંગ વરતે અનેક,
ભલજુધ્ધ હોત દેખંત ભાન, વ્યોમે સહાય અપસરા વેમાન,
આછટે તીર ગોળી અપાર, કરમરા ઝીંક બરછી કટાર,
પડિયાજ લોથ ધણવાર પાર, મરતાંસ કહત મુખ મારમાર,
ધ્રપિયા પંખ પળચરાં ધ્રાય, આશિષ દેત કેકે ઉમાય,
હરખંત તત્વ નારદ હોય, જય ધન્ય શૂરા સજોય,

માંથા વગર ના ધડ ને લડતું જોઈ મલેચ્છાઓ ભાગે છે..અને ધિંગાણા માં વિર વરણેશ્ર્વર કામ આવી જાય છે..ધડ લડતું મેડક માં જાય છે…મેડક સુધી પહોંચયા પછી મલેચ્છાઓ એ ગરી નો દોરો આગડ રાખી દીધો અને વરણેશ્ર્વર પરમાર નું ધડ રોકાઈ ગયુ.

બહેન નિલાંબા ઘણો સમય થયાં છતાંય પોતાના બન્ને ભાઈઓ આવ્યા નથી તેથી ચિંતાતુર વંદને બહેન દેવલબાઈ ને કે હે..દેવલબાઈ હજી મારા ભાઈઓ આવ્યા કેમ નથી ???
ત્યારે દેવલબાઈ કહે છે..કે બહેનાં તારા બન્ને વિર ભાઈઓ ગૌ માતા ના રક્ષણ કરતાં જ કામ આવી ગ્યા છે આવા સમાચાર સાંભળતા બહેન રુદન કરે છે..ત્યારે દેવલબાઈ અને નિલાંબા જ્યા વરણેશ્ર્વર નુ મસ્તક હતું અને જ્યા વર્ણયાતજી કામ આવ્યા હતા..ત્યા આવ્યા ભાઈ ના મસ્તક ને જોઈ ને બહેન નિલાંબા જે રણ માં ભાઈઓ ને માટે પાણી પીવરાવવા માટે મટુકી લઈ જાય છે..તો મટુકી પડી જાય છે..અને ઢોળાઈ જાય છે..ત્યા રણ માં આજ પણ મિઠુ પાણી નિકડે છે..બહેન ભાઈઓ ને કામ આવેલા જોઈ રુદન કરે છે..ત્યારે દેવલબાઈ કહે છે..હે નિલાંબા કહે..તો કરુ તારા ભાઈઓ ને સજીવન અને કહેતો ત્રણે લોક માં જુગ કરુ અમર નામ ત્યારે નિલાંબા કહે છે..કે હે..આઈ શક્તિ દેવલબાઈ મૃત્યુ તો આવવા નું જ છે..અને એક દિવસ આવશે પણ આવા મોત નહી મળે તો હે આઈ શક્તિ તમે મારા ભાઈઓ ના નામ જુગ જુગ અમર કરો..

વાગડ કેરી ભોમ માં વરણેશ્ર્વર પરમાર..પ્રગટ પરચા પુરતાં જેના અમર કીધાં નામ

આ પ્રમાણે વરણેશ્ર્વર પરમાર અને વિર વર્ણયાતજી ના નામ ને અમર નો આદેશ અપાવીબહેન નિલાંબા ને સત ચડે છે અને બહેનો પોતાના વહાલ સોયા ભાઈઓ પાછળ સતી થાય છે…આ ત્રણે બહેન ભાઈઓ ત્યાર ના દેવીસર અને હાલ ના ગુજરાત ના કચ્છ જીલ્લા ના રાપર તાલુકા ના વરણુ ગામે પુંજાય છે…અને દેવ વરણેશ્ર્વર પરમાર નુ ધડ કચ્છ ના નાના રણ મેડક માં પુંજાય છે..જે વરણુ થી વીસ કિ.મી ના અંતરે છે….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *