Virodh Karva Vada Karya Kare Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Virodh Karva Vada Karya Kare Lyrics in Gujarati
By Gujju17-06-2023
પણ દેરા સત્ય હકીકત ન કડવી વાત
આ દુનિયા કોઈ થી કોઈનું હારું જોઉં જાતું નથી
અન દેરા આ કપડા ખંચેરી તમારો દહકો આવે
અરર દેરા તેદી લાખો વેરી ઉભા થાય છે
અન દેરા હોમી છાતી ના દુશ્મન ને પોચી વળાય
પણ હોમે મળે ને ખોટી વાહ વાહ કરે
અન પીઠ પાછળ ઘા કરે એવા દુશ્મન ને દુનિયા માં પહોંચાતું નથી
એટલે આ દુનિયા માં તારા જેવી માતા ની જરૂર છે
એટલે દેરા તારા જેવી માતા હશે એનું આ દુનિયા માં કોઈ કાંઈ બગાડી નઈ હકે
એ બળવા વાળા ભલે બળે
અલ્યા વિરોધ ભલે કર્યા કરે
એ બળવા વાળા ભલે બળે
વિરોધ ભલે કર્યા કરે
બળવા વાળા ભલે બળે
વિરોધ ભલે કર્યા કરે
સિંહણ જેવી માતા હોય એ દીકરા ને શું ફેર પડે
એ પાછળ થી ભલે વાતો કરે ડૂબવાની રાહ જોયા કરે
પાછળ થી ભલે વાતો કરે ડૂબવાની રાહ જોયા કરે
સિંહણ જેવી માતા હોય એ દીકરા ને શું ફેર પડે
એ હે દુઃખના દાડે કોઈએ સાથ ના દીધો
એ દાડે માતા નો ભરોહો મેં કીધો
દુઃખના દાડે કોઈએ સાથ ના દીધો
એ દાડે માતા નો ભરોહો મેં કીધો
એ માતા એ હાથ જાલી લીધો
મને માં એ તારી દીધો
એ માતા એ હાથ જાલી લીધો
મને માં એ તારી દીધો
સુખ ની ઘડી નો દિવસ મારી માતા એ લાવી દીધો
એ બળવા વાળા ભલે બળે
વિરોધ ભલે કર્યા કરે
બળવા વાળા ભલે બળે
વિરોધ ભલે કર્યા કરે
સિંહણ જેવી માતા હોય લ્યા દીકરા ને શું ફેર પડે
સિંહણ જેવી માતા હોય એ દીકરા ને શું ફેર પડે
હો ચાલે સે ગાડું મારુ પ્રગતિ ના પંથે
સદાય છે માનો હાથ મારી માથે
હો નથી ખોટ રહી હવે મારે કોઈ વાતે
આપ્યું મારી માતા એ મને ચારે હાથે
એ હે મતલબી દુનિયા ને મતલબી લોકો
પગ ખેંચવાનો જોવે છે મોકો
મતલબી દુનિયા ન મતલબી લોકો
પગ ખેંચવાનો અલ્યા જોવે છે મોકો
એ હારું ના કોઈ નું જોયું જાય
જોઈ જાય તો બળી જાય
એ હારું ના કોઈ નું જોયું જાય
જોઈ જાય તો બળી જાય
એવા મેલા મોનવિયુંથી મને કોઈ ના ફેર પડે
એ બળવા વાળા ભલે બળે
વિરોધ ભલે કર્યા કરે
બળવા વાળા બળ્યા રાખે
વિરોધ ભલે કર્યા રાખે
સિંહણ જેવી માતા હોય એ દીકરા ને શું ફેર પડે
એ મારી સિંહણ જેવી માતા હોય એ દીકરા ને શું ફેર પડે
પણ માં જો તમારી પાહે સાયકલ હોય તો કોઈ વિરોધ કરતુ નથી
તમારી પાહે જે દાડે ગાડીયો આવે
અરર દેરા હાર બંગલા ભાળે તો
આ કાળિયા કળયુગ મા
આ નિંદા ખાર ની દુનિયા મા
એ વસ્તી થી જોયું જાતું નથી
પણ દેરા જેની નીતિ હાચી હશે
અન જેને તારા જેવી માતા પૂજી હશે
અન દેરા જે ઘર ની પુણય હારી હશે
એ એને કોઈ નિંદા ખાર થી કોઈની વાતો થી
કોઈ ના કર કપટ થી કોઈ વેરી થી કોઈ ફેર પડવાનો નથી
અન માં એને આ દુનિયા માં કોઈ હરાવી નહિ શકે
અન દેરા જેની નીતિ હાચી હોય એની કાયમ હોર રાખજે
હો ભઈ નું હારું ના થાય તો ખરાબ ના કરીશ
હાથે કરીને તું પાપ માં ના પડીશ
હો મારે તો લ્યા મારી માતા ની મેર છે
નીતિ નો રૂપિયો ને સદા લીલા લેર છે
એ હે મારો દહકો આયો એવો તારો આવશે
નિંદા ને ખાર તો પડતી રે લાવશે
મારો દહકો આયો એવો તારો આવશે
નિંદા ને ખાર તો પડતી રે લાવશે
હે મને નઈ ફેર પડે
હોમે પડયો તો ગોત્યો નઈ જડે
હે મને નઈ ફેર પડે
હોમે પડયો તો ગોત્યો નઈ જડે
સુધરી જાજે હવે નકે માતા ને નઈ કેવું પડે
એ બળવા વાળા ભલે બળે
વિરોધ ભલે કર્યા કરે
બળવા વાળા બળ્યા રાખે
વિરોધ ભલે કર્યા રાખે
સિંહણ જેવી માતા હોય એ દીકરા ને શું પડે
એ સિંહણ જેવી માતા હોય એ દીકરા ને શું પડે
એ સિંહણ જેવી માતા હોય એ દીકરા ને શું ફેર પડે
એ મારી સિંહણ જેવી માતા હોય એ દીકરા ને શું ફેર પડે
પણ માં કેવત માં કીધું છે કે ખાડો ખોદે ઈજ પડે
એટલે તમે કોઈનું ખરાબ કરવા જાહો તો
એને તો એના કરમ નું એના નસીબ નું મળી રેશે
પણ પડતી તમારી જ આવશે
આવું મારુ મહેન્દ્ર રાજપૂત નું કેવું છે
એ માં સદા એ તારા બાલુડા ની
એ તારા દીકરા ની હોળ રાખજે