Sunday, 13 April, 2025

Vishnu Aarti Gujarati Lyrics

215 Views
Share :
Vishnu Aarti Gujarati Lyrics

Vishnu Aarti Gujarati Lyrics

215 Views

વિષ્ણુ આરતી

ઓમ જય જગદીશ હરે
સ્વામી જય જગદીશ હરે

ભક્તો જનોના સંકટ
દાસ જનોનાં સંકટ
પળમાં દૂર કરે
ઓમ જય જગદીશ હરે

જે પૂજે ફળ પામે
દુ:ખ મટે મનનાં
સ્વામી દુ:ખ મટે મનનાં
સુખ સંપત્તિ ઘર આવે
રોગ મટે તનનાં

માતાપિતા તમે સૌના
શરણે છે દુનિયા
સ્વામી શરણે છે દુનિયા
નિસદિન તમને ભજતાં
દીન અને દુ:ખિયાં
ઓમ જય જગદીશ હરે

પરબ્રમ્હા પરમેશ્વર ભક્તોના બેલી
સ્વામી ભક્તોના બેલી
કરૂણા નયને વરસ
સ્નેહ હેતની હેલી

દીનબંધુ કૃપાળુ
રહેતાં સૌની સાથ
સ્વામી રહેતા સૌની સાથે
ભીડતાણે દયાળુ
ઝાલી લેતા હાથ
ઓમ જય જગદીશ હરે

અણુઅણુમાં જીવતાં
ફળ ફળમાં વસતાં
સ્મરણે અંતર્યામી
દેહ તજે મમતા

આરતી પરમાત્માને
જે કોઈ ગાશે
સ્વામી જે કોઈ ગાશે
સેવાને શ્રધ્ધાથી,
સુખ સંપન્ન થાશે

ઓમ જય જગદીશ હરે
ઓમ જય જગદીશ હરે

ભક્તો જનોના સંકટ
દાસજનોના સંકટ
ક્ષણમાં દૂર કરે
ઓમ જય જગદીશ હરે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *