Friday, 27 December, 2024

Vraj Ma Vasaldi Vagi Re Lyrics in Gujarati

710 Views
Share :
Vraj Ma Vasaldi Vagi Re Lyrics in Gujarati

Vraj Ma Vasaldi Vagi Re Lyrics in Gujarati

710 Views

વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
સૈયર હું તો ઝબકીને જાગી રે
કે લગની મોહન સંગ લાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે

કે સોમવારે શ્યામળીયો વાલો રે
કે મળવા વનરાવન ચાલો રે
કે નેણલે નીરખો નંદનો લાલો
કે નેણલે નીરખો નંદનો લાલો
કે વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે

મંગળવારે મોહનજી મળીયા રે
વિઠ્ઠલવર વચનુંમાં ફળીયા રે
કે વાલો મારો અઢળક થઇ ઢળિયા રે
કે વાલો મારો અઢળક થઇ ઢળિયા રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
સૈયર હું તો ઝબકીને જાગી રે
કે લગની મોહન સંગ લાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે

કે બુધવારે બહુનામી બેલી રે
ગયા છે વાલો એકલડા મેલી રે
કે પ્રભુ વિના થઇ છુ ઘેલી ધેલી રે
પ્રભુ વિના થઇ છુ ઘેલી ધેલી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે

ગુરૂવારે ગોવિંદ ગુણ ગાઈ રે
કે હળી મળી વનરાવન જાય રે
કે નીરખી નાખ સુખિયા થાયે રે
નીરખી નાખ સુખિયા થાયે રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
સૈયર હું તો ઝબકીને જાગી રે
કે લગની મોહન સંગ લાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે

શુક્રવારે સુખ સઘળું મળિયું રે
જનમનું દુઃખ સર્વે ટળિયું રે
પુરવનું પુર્ણ આવી મળિયું રે
પુરવનું પુર્ણ આવી મળિયું રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે

શનિવારે સુંદરવર પામી રે
સેજે મળ્યા શ્યામળીયો સ્વામી રે
હવે મારી વરહની પીડા વામી રે
હવે મારી વરહની પીડા વામી રે
વ્રજમાં વાંસલડી વાગી રે
સૈયર હું તો ઝબકીને જાગી રે
કે લગની મોહન સંગ લાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે

રવિવારે રાસ રમ્યા સંગે રે
આનંદ આવ્યો અતી અંગે
કે રજની ગઈ રમતા રંગે રે
કે રજની ગઈ રમતા રંગે રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે

સાતેવાર પ્રેમ કરી ગાશે રે
એના તો કારજ સફળ થાશે
દયાનંદ હેતે હરખાશે રે
દયાનંદ હેતે હરખાશે રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
સૈયર હું તો ઝબકીને જાગી રે

કે લગની મોહન સંગ લાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે
કે વ્રજમાં વાંસલડી વાગી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *