Friday, 15 November, 2024

વૃદ્ધાશ્રમની મુલાકાત વિશે નિબંધ

211 Views
Share :
વૃદ્ધાશ્રમની મુલાકાત વિશે નિબંધ

વૃદ્ધાશ્રમની મુલાકાત વિશે નિબંધ

211 Views

આજે મારી જન્મદિવસ હતો મેં વિચાર્યું કે ચાલો આજે હું વૃદ્ધાશ્રમની મુલાકાતે જવું. અને તેવા વૃદ્ધ લોકો તેમજ ગરડા માતા-પિતા સાથે દેશનો અને વાતો કરું અને આનંદ ઉલ્લાસ કર્યો પરંતુ જ્યારે મેં વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ત્યારે મને સમજાયું કે વૃદ્ધ માતા-પિતા કેવી રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે.

મેતે ઘરડા માતા-પિતા તેમજ દાદા-દાદી સાથે વાર્તાલાપ કર્યો અને મને જાણવા મળ્યું કે તે તેમના બાળકોને કેટલા યાદ કરે છે અને તેમના બાળકોને તેમના સાથે કેટલું ખોટું કર્યું. આજની વ્યક્તિગત સ્વતંત્રતા ને કારણે દરેક વ્યક્તિને પોતાનો નિર્ણય સાથે લેવો પસંદ છે કોઈપણ લોકો પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે વાર્તાલાપનું સલાહ લેવા પસંદ કરતા નથી.

તેમના જણાવ્યા પ્રમાણે તે પોતાના ઘરમાં અતડુ અનુભવવા લાગ્યા. તે માતા-પિતાએ તેમના બાળકોને મોટા કર્યા ભણાવ્યા ગયા તેમના પગ ઉપર ઊભા રાખ્યા તે બાળકો આજે તેમને જેમ તેમ બોલીને ચૂપ કરાવે છે તે માતા-પિતા ઉપર શું વીતતી હશે તે વિચારીને મારું હૃદય કંપી ઉઠ્યું.

આ ખરાબ માતા પિતા પ્રત્યેનો વ્યવહાર અને સમાધાન માત્ર વૃદ્ધાશ્રમ હોઈ શકે. આજ ની જરૂરિયાત એ છે કે વૃદ્ધ માતા-પિતા તેમના લોભી બાળકોના વચ્ચેના સંબંધોના સંકટ અને નિત્ય જીવન થી બચવાનો એક જ ઉપાય વૃદ્ધાશ્રમ રહ્યો છે.

૨૧મી સદીનો ભારત આજના નવા ખ્યાલો ધરાવે છે પરંતુ બાળકો પશ્ચિમી સંસ્કૃતિને જોઈને એને અપનાવી રહ્યા છે ભારત એક એવી જગ્યા છે જ્યાં મોટા પરિવારો એક જ સાથે રહેવા માંગે છે પરંતુ આધુનિકરણ અને યુવાપેઢીને વ્યવસ્થાના માં વધારો થવાને કારણે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

આજના જમાનામાં નવી પેઢીને મા બાપ પણ એક ભાર રૂપ લાગવા લાગે છે નવી પેઢીમાં દરેક નહી પરંતુ આજકાલ વધી રહ્યું છે એ માતા પિતાએ બાળકને જન્મ આપ્યો જેનું ખૂબ જ ધ્યાનથી લાડ લડાવીને ખૂબ જ તેનો મહોત્સવ પૂરા કરીને જેને મોટો કર્યો હોય તે જ બાળક ક્યારે પોતાના માતા પિતાને તરછોડે જીવનમાં આનાથી મોટું પાપ હોય જ નહિ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *