Friday, 20 September, 2024

અલ નીનો શું છે? વાતાવરણ પર તેની અસર શું થાય છે?

328 Views
Share :
al nino image

અલ નીનો શું છે? વાતાવરણ પર તેની અસર શું થાય છે?

328 Views

અમેરિકન જિયો સાયન્સ અનુસાર અલ નીનો અને લા નીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં સમય-સમય થનારા ફેરફાર સાથે છે. જેની અસર આખી દુનિયાની મોસમ પર પડે છે.

સરળ રીતે સમજીએ તો અલ નીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે અને લા નીનાને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.

અલ નીનો અને લા નીનાની આ ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયાકિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ નીનોની સ્થિતિ પેદા થાય છે.

સમુદ્રના તાપમાન અને વાયુમંડલની પરિસ્થિતિમાં થનારા ફેરફારથી સર્જાતી આ ઘટનાને અલ નીનો કહે છે. આ ફેરફારને કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતા ઘણો વધારો થાય છે. 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે દુનિયાભરના હવામાન પર તેની અસર જોવા મળે છે. ખાસ કરીને ભારત, વિયેતનામ અને ઑસ્ટ્રેલિયામાં સહિતના દેશોના ચોમાસામાં ફેરફાર આવે છે.

પેસિફિક મહાસાગરના મધ્યભાગની ઉપરની સપાટીનું પાણીનું તાપમાન અતિશય વધી જાય ત્યારે અલ નીનોની અસર સર્જાય. આ અસરના ભાગરૂપે દક્ષિણ-પૂર્વ એશિયા તેમજ ઓસ્ટ્રેલિયાના વાયુમંડળમાં સુકા જળવિહિન ઘટકો વિકાસ પામે. જે વરસાદની માત્રા બગાડી નાખે. અલ નીનોને કારણે ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિનો પણ સામનો કરવો પડતો હોય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *