Monday, 23 December, 2024

Yaad Mari Aavse Lyrics in Gujarati

419 Views
Share :
Yaad Mari Aavse Lyrics in Gujarati

Yaad Mari Aavse Lyrics in Gujarati

419 Views

એ યાદ મારી આવશે ગોંડી છોના છોના રડશો
એ યાદ મારી આવશે ગોંડી છોના છોના રડશો
યાદ મારી આવશે તમે પોકે પોકે રડશો
યાદમાં મારી તમે ઝુરી ઝુરી મરશો

એ યાદ મારી આવશે ગોંડી છોના છોના રડશો
યાદ મારી આવશે ગોંડી પોકે પોકે રડશો
મને જોવા ગોંડી તમે ગલીએ ગલીએ ફરશો

ઓ હતા ગોંડી અમે તમારું નસીબ
દૂર કરી તમે ગોંડી થયા બદનસીબ
હે દુઃખ તને પડશે ત્યારે દિલાસો નહીં મળશે
એ ખરા ખોટાની તને ખડે ખબર પડશે
યાદમાં મારી તમે ઝુરી ઝુરી મરશો
અરે યાદમાં ગોંડી તમે ઝુરી ઝુરી મરશો

હો મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે
થશે પસ્તાવો મારા જેવો નઈ મળે
હો પ્રેમના વાયદા મારા પુરા ના કર્યા
પારકાના તે તો ગોંડી હાથ પકડ્યા

હો માન્ય હતા અમે તમને પોતાના
ના રહ્યા તમે ગોંડી થઈ ગયા બીજાના
એ વિયોગ અમારો તને લાગશે ઘણો વહમો
ખાધેલા સોંગન યાદ આવશે તને કસમો
મને જોવા ગોંડી તમે ગલીએ ગલીએ ફરશો
અરે અરે રે અમારી યાદમાં તમે ઝુરી ઝુરી મરશો

હો ઉંઘ હરામ થાશે તને નિંદ નહીં આવે
સપને આવીશ મારા વગર નહીં ફાવે
હો એક એક પળ મારી યાદ તને આવશે
રોઈ રોઈ રાત જશે આખી તું રાત જાગશે

હો કર્યો ના વિચાર થોડી આવી ના શરમ
એકલો મૂકી ગયા ગોંડી આવી ના રહેમ
એ મને છોડી ગયા એમ તમને કોઈ છોડશે
કરેલા કરમ તારા હૈયે આવી વાગશે
મને જોવા ગોંડી તમે ગલીએ ગલીએ ફરશો
અરે અરે રે અમને જોવા ગોંડી ગલીએ ગલીએ ફરશો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *