Monday, 23 December, 2024

Yaad Rakhjo Bau Bhare Lyrics in Gujarati

147 Views
Share :
Yaad Rakhjo Bau Bhare Lyrics in Gujarati

Yaad Rakhjo Bau Bhare Lyrics in Gujarati

147 Views

હો મારા દિલને બાળી તમે હસો છો
હો મારા દિલને બાળી તમે હસો છો
તમે મારા વગર ખુશ થઈ ફરો છો
પણ યાદ રાખજો બઉ ભારે પડશે

શું કામ મારી હોમે તમે રે આવો છો
મનમાં બળવા મજબુર કરી દ્યો છો
પણ યાદ રાખજો બઉ ભારે પડશે

હો રોતા નઈ આવડે તને
નઈ સહન થાય તને
રોતા નઈ આવડે તને
નઈ સહન થાય તને
હે પણ યાદ રાખજો બઉ ભારે પડશે
ચકુડી યાદ રાખજો યાદ રાખજો બઉ ભારે પડશે

હો હું તો રયો ભોળો છોરો
ખોટો ઈરાદો તારો
મારી હાઈ લઈને ચ્યોંથી સુધરે ભવ તારો
હો મારા દિલનો રે તે તો બાગ કરમાઈ નાખ્યો
હાચો પ્રેમ કરનારો નઈ મળે તને મારા જેવો

અફસોસ થાશે તને જોઈ રહીશું અમે
અફસોસ થાશે તને જોઈ રહીશું અમે
ઓ હો …હો પણ યાદ રાખજો બઉ ભારે પડશે

શું કામ મારી હોમે તમે રે આવો છો
મનમાં બળવા મજબુર કરી દ્યો છો
પણ યાદ રાખજો બઉ ભારે પડશે
ચકુ તમે યાદ રાખજો બઉ ભારે ભારે પડશે

હો તારા ગયા પછી હવે હું તો ઘણો ખુશ છું
તારૂં કરેલું તારા પગમાં જે આવી પડ્યું
હો ઘમંડ હતો તને તારા ગોરો રૂપ પર
ક્યાં ગયા આશિક બધા મરતા હતા તારા પર

હો સમય સમયે સમજાય છે કોણ પોતાનું હોઈ છે
સમય સમયે સમજાય છે કોણ પોતાનું હોઈ છે
તારી ભુલો તને જો જે સમજાશે

શું કામ મારી હોમે તમે રે આવો છો
મનમાં બળવા મજબુર કરી દ્યો છો
પણ યાદ રાખજો બઉ ભારે પડશે
હાચુ કહું તમને બઉ ભારે ભારે પડશે
હો તમે યાદ રાખજો રોતા નઈ આવડે તને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *