યાત્રાના આરંભે પ્રાર્થના
By-Gujju01-05-2023
250 Views
યાત્રાના આરંભે પ્રાર્થના
By Gujju01-05-2023
250 Views
યાત્રાના આરંભે કરીએ પ્રાર્થના
સાથી બનજો યોગેશ્વર પરમાત્મા.
સર્વ દેવ-દેવી અનુકૂળતા આપજો,
યોગેશ્વર પ્રભુ સઘળા સંકટ કાપજો.
જીવનની મંગલ યાત્રામાં પધારજો,
સુખ, શાંતિ, સંતોષની મૂડી વધારજો.
નિંદ્રા, આળસ, ક્રોધ ને થાક હઠાવજો,
સંસારી બંધનને સહેજે ભૂલાવજો.
ગૃહસ્થીઓને સજ્જન સાચા બનાવજો,
ઉદારતા વળી પવિત્રતાને વધારજો,
પરમાનંદે સૌને મગ્ન બનાવજો,
સૌને આપના શ્રી ચરણોમાં રાખજો.
હરિના સ્મરણે સૌને મસ્ત બનાવજો,
જીવનયાત્રા પૂર્ણપણે શણગારજો.
સર્વેશ્વરીની વિનંતી પ્રેમે સ્વીકારજો,
જીવનયાત્રા સૌની સફળ બનાવજો.
– મા સર્વેશ્વરી