Sunday, 22 December, 2024

Yudh Ma Arjun Ji Ne Ena Sagpan Aada Aave Lyrics in Gujarati

214 Views
Share :
Yudh Ma Arjun Ji Ne Ena Sagpan Aada Aave Lyrics in Gujarati

Yudh Ma Arjun Ji Ne Ena Sagpan Aada Aave Lyrics in Gujarati

214 Views

યુદ્ધમાં, અર્જૂનને રે એના સગપણ આડા આવે …
સગા હમારા રામજી ..અને સહુંદર પુની રામ
ઓર સગા સબ સગ મગા, કોઈ ના આવે કામ
સગપણ આડા આવે એના સગપણ આડા આવે …
એના મનને ખુબ મુંજાવે, યુદ્ધમાં અર્જૂનેને રે એના
 
કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી, મધ્યમાં રથને લાવે ..
મધ્યમાં રથને લાવે,
કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી, મધ્યમાં રથને લાવે,
મધ્યમાં રથને લાવે
કોને મારું ને … ક્યાં તીર ચલાવું….2
મારી સમજણમાં ન આવે…. યુદ્ધમાં, અર્જૂનને રે એના.
 
કોઈ કોઈનું કોઈ સગું નથી, એમ કૃષ્ણ પ્રભુ સમજાવે
કોઈ કોઈનું આ દુનિયામાંસગું નથી એમ એ કૃષ્ણ પ્રભુ સમજાવે
એ … આવી કાયરતા ક્યાંથી લાવ્યો….2
હે … તારી કિર્તી ને કલંક લગાવે….યુદ્ધમાં, આજ અર્જૂનને રે
 
અગ્નિ ન બાળે, પવન ન સૂકવે, એને પાણી ન રે પલાળે
અગ્નિ ન બાળે, પવન ન સૂકવે, એને પાણી ન રે પલાળે
આત્મતત્વ અમર છે અર્જૂન….2
એવા ગીતાના જ્ઞાન સમજાવે…. યુદ્ધમાં, અર્જૂનને રે એના
 
એ દર્દી જાણે દરદની, અને મડદા મરજી ખેર….2
ઓલા રોઝા જો રખડે, એ .. સમજે ન વનચર શામળે
સગપણ આડા આવે એના ..મનને ખૂબ મુંજાવે
યુદ્ધમાં, અર્જૂનને રે એના ..
 
જ્ઞાન ગીતાના દઈને અર્જૂનને, ધનુષ્ય બાણ ધરાવે
જ્ઞાન ગીતાના દઈને અર્જૂનને, ધનુષ્ય બાણ ધરાવે
પુરુષોત્તમના પ્રભુજી પ્રીતે….2
ભારતમાં ભારત રચાવે…. યુદ્ધમાં, અર્જૂનને રે એના …

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *