Friday, 15 November, 2024

Zagmag Divdani Dashamani Aarti Lyrics in Gujarati

215 Views
Share :
Zagmag Divdani Dashamani Aarti Lyrics in Gujarati

Zagmag Divdani Dashamani Aarti Lyrics in Gujarati

215 Views

દેવી દશામાના ધામે રૂડા ઢોલ નગારા વાગે
ખજુરીયા રૂડા ગામે ડંકા દશામાના વાગે
હો દશામાની આરતી રે થાય રે
ખજુરીયા મઢડે દીવડા ઝગમગ ઝગમગ થાય છે

ઝીણી ઝાલર વાગે છે નોબત રૂડી વાગે છે
ઝીણી ઝાલર વાગે છે નોબત રૂડી વાગે છે
ઓ મોમાઈ માની આરતી રે થાય રે
સતના રે દીવલડા માના ઝગમગ ઝગમગ થાય છે
ઓ વ્હાલી મારી લીલામાના હૈયા એ હરખાય છે

હો ઊંચા દેવળ મોમાઈમાના ધરમ ધજા લહેરાય છે
મોમાઈમાની મૂર્તિ જોતા મન સૌના હરખાય છે
ઓ ઉંચી રે સાંઢણી રે બેઠી મોરા ગઢની માત રે
ઉંચા કોટડાવાળીમા ચામુંડમાનો સાથ રે

ગઢ પાવાની મહાકાળી મેતો મઢડે રમતા ભાળી
મોમાઈ મોરા ગઢવાળી પરચાડી ખજુરીયાવાળી
ઓ મઢડે નવદુર્ગાઓનો વાસ રે
ખજુરીયાની માડી સૌના મનની પુરી કરે આશ રે
ઓ મોમાઈ માની આરતી ધામ ખજુરીયામાં થાય રે

ઓ ગુગળ ધ્રુપથી મહેકે મંદિર ચમર ઢોળાય છે
કંકુ રે કેશરના માને છાંટણા છંકાય છે
ઓ ખજુરીયાના મઢડે મારી મોમાઈ પૂજાય છે
જ્યોતુંના ઝબકારે માની આરતી સોહાય છે

માડી તાળીઓ ના તાલે એવા રંગ અબીલ ગુલાલે
રૂડા ઢોલ નગારા વાગે ધેરા શંક નાદ રૂડા ગાજે
ઓ ચૌદ ભુવનમાં સંભળાય રે
લીલામાની મોનીતી મા મોમાઈ રાજી થાય રે
ઓ દશામાની આરતી ધામ ખજુરીયામાં થાય રે

ઓ પરચાની પૂરનાર મા મોમાઈ બેઠી ખજુરીયા ધામ રે
ભોળી ભાળી મા છે દયાળી ધાર્યા કરે છે કામ રે
ઓ લીલામા ના રુદિયે રમતી ભોળી દશામાં આજ રે
ભાવે ભજશો પ્રેમે પુજશો રાખશે માડી લાજ રે

માની આરતી જે કોઇ ગાશે મોમાઈ માં વારે થાશે
માડી તારા રે પ્રતાપે ધન દોલત ને સુખ થાશે
ઓ દેવી મારી દિલની દાતાર રે
બળવંતભઈ પરમાર ઉતારે આરતી માની આજ રે
ઓ ઝગમગતા દીવલડે આરતી રે થાય છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *