Zule Chhe Zule Chhe Gabbar Ni Lyrics in Gujarati
By-Gujju24-04-2023
181 Views
Zule Chhe Zule Chhe Gabbar Ni Lyrics in Gujarati
By Gujju24-04-2023
181 Views
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
માને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી
ભક્તો ઝૂલાવે ખમ્મા મા ખમ્મા કહી
ભક્તો ગાયે ને મા ખુશ થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…
માના સોના-હીંડોળે રત્નો જડ્યાં
જુલે સાચાં મોતીના તોરણ મઢ્યા
મહીં ઝળકે છે તેજ અપાર, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…
માએ સોળ આભૂષણ અંગે ધર્યાં
ભાલે કેસર કંકુનાના અર્ચન કર્યાં
હાથે ખડગને ત્રિશુલ સોહાય, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…
માને તેજે ભાનુ દેવ ઝાંખા પડે
માંડી બોલેને મુખડેથી ફૂલડાં ઝરે
વરસે વરસે કુમકુમનો વરસાદ, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની…