Sunday, 22 December, 2024

૨૬ મી જાન્યુઆરી કેમ ઉજવામાં આવે છે?

2958 Views
Share :

૨૬ મી જાન્યુઆરી કેમ ઉજવામાં આવે છે?

2958 Views

વર્ષ ૧૯૪૭ માં દેશ ને જ્યારે અંગ્રેજો થી આઝાદી મળી હતી, પરંતુ ત્રણ વર્ષ પછી ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ માં રોજ ભારત માં બંધારણ અમલ માં આવ્યું. જેમાં ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા કરી હતી. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ માં દેશ આઝાદ થયો હતો. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ માં પર્જની સત્તા આવી. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ભારત નું બંધારણ અમલ માં આવ્યું હતું.

૨૬ જાન્યુઆરી, આ એ તારીખ છે જ્યારે ભારત ના ખરા અર્થ માં પ્રજાતંત્ર એટલે કે પ્રજાની સત્તાની શરૂઆત થઈ લોકતંત્ર નો અમલ થયો. એટલે જ તેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે પ્રજાસત્તાક દિનની ની ઉજવણી કરવા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવે છે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. 26 જાન્યુઆરીના દિવસનું મુખ્ય આકર્ષણ પરેડ છે, જે દિલ્હીના રાજપથથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ સુધી જાય છે. આ વર્ષે, પરેડમાં વિવિધ રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની 16 લશ્કરી ટીમો, 17 લશ્કરી બેન્ડ અને 25 ઝાંખીઓનો સમાવેશ થાય છે. આ દિવસે રાષ્ટ્રપતિ રાજપથ પર ધ્વજ ફરકાવે છે. ૨૬ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ.

૨૬ જાન્યુઆરી ના રોજ ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લા થી તિરંગો ફરકાવે છે. આ દિવસે બધા જ ભરતિયો દેશ ભક્તિના રંગ માં રંગાયેલા નજરે આવે છે.

ગણતંત્ર શું છે અને ગણતંત્ર નો અર્થી શું છે ?

હવે વાત આવે છે કે ગણતંત્ર શું છે અને ગણતંત્રનો અર્થ શું છે ? ગણતંત્રનો અર્થ થાય છે જનતા માટે જનતા દ્વારા શાસન. 26 જાન્યુઆરીના 1950ના રોજ આપનો દેશ ગણતંત્ર દેશના રૂપમાં સામે આવ્યો હતો. આ દિવસ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ લખાયેલું છે અને તે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. બંધારણનું નિર્માણ ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં પૂરું કર્યું હતું. જયારે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં 395 લેખ, 8 અનુસૂચિ હતી. આ બંધારણમાં 22 ભાગ હતા.

બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્યો હતા. 24 નવેમ્બર 1949 બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સભ્યોમાં 15 મહિલા હતી. આપણા બંધારણની હસ્તલેખિત પાંડુલિપિ એક ખાસ પ્રકારનાં ચર્મપત્ર પર તૈયાર કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે તે 1 હજાર વર્ષથી વધુ સમય માટે સલામત હોઈ શકે છે. તે સુક્ષ્મસજીવો અથવા ધૂમ્રપાનથી કોઈ નુકસાન પહોંચાડશે નહીં. પાંડુલિપિ 234 પાના ધરાવે છે, તેનું વજન કુલ 13 કિલો છે.

બંધારણ અમલમાં આવ્યા પહેલા જ 26 જાન્યુઆરીનું ઘણું મહત્વ હતું કારણ કે રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશનપંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં 1929માં યોજાયું હતું. આમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો બ્રિટિશ સરકારે 26 જાન્યુઆરી 1930 સુધીમાં ભારતને ઉપનિવેશનું પદ નહીં આપે તો ભારત પોતાને સંપૂર્ણ સ્વતંત્ર બનાવશે. આ બાદ જ્યારે બ્રિટિશ સરકારે કંઇ કર્યું નહીં, ત્યારે કોંગ્રેસે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનો નિર્ણય કર્યો.

આ બાદ આઝાદી માટે સક્રિય આંદોલન શરૂ થયું હતું. આ બાદ દર વર્ષે 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત માતાના બહાદુર પુત્રોએ તેમની માતૃભૂમિના સન્માન અને સ્વતંત્રતા માટે બધુ બલિદાન આપ્યું હતું. આવા મહાન દેશભક્તોના બલિદાન અને બલિદાનને લીધે માત્ર આપણો દેશ જ લોકશાહી દેશ બની શક્યો. આપણા દેશમાં બહાદુરીનો ઇતિહાસ દરેક પગલે લખાયેલો છે.

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 21 બંદૂકની સલામી વડે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશના નાગરિકોને એક ખાસ સંદેશમાં કહ્યું હતું કે આજેના દિવસે શાંતિપૂર્ણ સ્વપ્નને સાકાર કરવા આપણે પોતાને સમર્પિત કરવું જોઈએ. જેણે આપણા રાષ્ટ્રપિતા અને ઘણા આગેવાનો અને સ્વતંત્રતા સંગ્રામના સૈનિકોને પ્રેરણા આપી કે આપણા દેશમાં વર્ગહીન, સહકારી, મુક્ત અને સુખી સમાજની સ્થાપનાના સ્વપ્નાને સાકાર કરવા. આપણે આ દિવસે યાદ રાખવું જોઈએ કે આજનો દિવસ આનંદની ઉજવણી કરતા સમર્પણનો દિવસ છે. તે કામદારો, મજૂરો અને વિચારકો સંપૂર્ણપણે સ્વતંત્ર, ખુશ અને સાંસ્કૃતિક બનાવવાના ભવ્ય કાર્યને સમર્પિત કરવાનો દિવસ છે. 26 જાન્યુઆરી 1950ના સવારે 10 વાગ્યે 18 મિનિટ પર ભારતની બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. વર્ષ 1950માં પહેલા ગણતંત્ર દિવસ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન તરીકે હતા.

ભારત વર્ષમાં ખૂણા-ખૂણામાં 26 જાન્યુઆરીના દિવસને ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારત ઉપરાંત વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પણ આ ઉત્સવ ખૂબ ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક દિનનું મુખ્ય સમારોહ ભારતીય રાજધાની દિલ્હીમાં ભવ્યતાથી ઉજવવામાં આવે છે. કાર્યક્રમના લોકાર્પણ પૂર્વે વડા પ્રધાને ‘અમર જવાન જ્યોતિ’ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિ તેમના બોડીગાર્ડ્સ સાથે ઈન્ડિયા ગેટ પર પહોંચે છે. જ્યાં વડા પ્રધાન તેમનું સ્વાગત કરે છે. આ પછી રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજારોહણ થાય છે. એરોપ્લેન દ્વારા પુષ્પાંજલી આપવામાં આવે છે. ત્રિરંગો ફુગ્ગાઓ અને સફેદ કબૂતરો આકાશમાં છોડવામાં આવે છે અને લશ્કરી કર્મચારીઓ દ્વારા તેને પરેડ કરવામાં આવે છે.

પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે. દેશના સૈનિકો વિવિધ પ્રકારના શસ્ત્રો, મિસાઇલો, ટેન્કો, હવાઇ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે, રાષ્ટ્રપતિને સલામ કરે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે ન વિશ્વાસ અપાવે છે કે તેઓ આપણું રક્ષણ કરવા સક્ષમ છે.વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, ડ્રેસ, રિવાજો ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનની તસ્વીર રજૂ કરે છે.

અત્યાર સુધી 1951, 1952, 1953, 1956, 1957, 1959, 1962, 1964, 1966,1967, 1970 ના વર્ષમાં કોઈ વિદેશી મહેમાનો આવ્યા ન હતા. આ વર્ષે 2021માં કોરોના વાયરસને કારણે પ્રજાસત્તાક દિન પર કોઈ મુખ્ય અતિથિઓ મહેમાન રહેશે નહીં.

આ પછી સત્તાવાર રીતે 29 મી જાન્યુઆરીએ ‘બીટિંગ રિટ્રીટ’ સેરેમની સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમાપ્ત કરવામાં આવે છે.

આ જ રીતે આપણા દેશમાં પ્રજાસત્તાક દિનની ધમ ધૂમ થી ઉજવણી કરવામાં આવે છે. તે દિવસે દેશના તમામ લોકો ચારેબાજુ થી દેશભકિત થી જોડાયેલા હોય છે. દેશમાં જ નહીં પણ ભારતના તમામ રાજ્યો માં આ દિવસ ધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાઈ ને આ દિવસ ઉત્સાહ થી ઉજવાય છે.

દરેક ભારતીયો ને સલામ 💐🙏

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *