ફક્ત 40 હજાર રૂપિયામાં વિદેશમાં ફરવા જવાનું સ્વપ્ન થશે સાકાર
By-Gujju19-01-2024
ફક્ત 40 હજાર રૂપિયામાં વિદેશમાં ફરવા જવાનું સ્વપ્ન થશે સાકાર
By Gujju19-01-2024
શું તમે વિદેશમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો પરંતુ પૈસાના અભાવે તમે તમારી યાત્રા કરી શકતા નથી. તો હવે વધારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને ભારતની નજીકના કેટલાક એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે માત્ર 40 હજાર રૂપિયામાં સરખી રીતે ફરી શકો છો.
આ દેશોમાં, તમે માત્ર સી બીચ અને નાઇટલાઇફનો જ આનંદ માણી શકતા નથી, પરંતુ તમે શોપિંગ પણ કરી શકો છો. આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ ચોક્કસ તમારું દિલ જીતી લેશે. ફક્ત તમારે થોડીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જેમ કે પૈસા બચાવવા માટે, તમે મોંઘી હોટેલને બદલે હોસ્ટેલમાં રહી શકો છો, મોંઘા રેસ્ટોરન્ટમાં ખાવાને બદલે સ્ટ્રીટ ફૂડનો આનંદ લઈ શકો છો, કેબમા ફરવાને બદલે બસ કે કોઈપણ સસ્તા વાહન દ્વારા મુસાફરી કરી શકો છો. આ દરેક બાબતોને ધ્યાનમાં રાખશો તો તમારી આ ટૂર 40 હજાર રૂપિયામાં પૂર્ણ થઈ શકે છે. ચાલો જાણીએ કે કયા છે તે દેશો.
થાઈલેન્ડ – વિદેશમાં ફરવાનું પ્લાનિંગ કરી રહેલા ભારતીય લોકોના મનમાં સૌ પ્રથમ થાઈલેન્ડ આવે છે. થાઇલેન્ડ સુંદર હોવાની સાથે સાથે ખૂબ સસ્તો દેશ પણ છે. આ જ કારણ છે કે ભારતીયોની વચ્ચે આ સ્થળ પહેલી પસંદ બનેલી છે. જો કે કોરોના સંક્રમણ બાદ લોકોએ થાઈલેન્ડ જવાનું બંધ કરી દીધું છે, પરંતુ હવે ફરી એકવાર થાઈલેન્ડનું પર્યટન શરૂ થયું છે. લોકોને અહીંની નાઈટલાઈફ ખૂબ જ ગમે છે. અહીંનું સસ્તું સ્ટ્રીટ ફૂડ પણ પ્રવાસીઓનું દિલ જીતી લે છે. થાઇલેન્ડ વિશ્વના કેટલાક ઉતમ બીચ માટે જાણીતું છે,જ્યાં તમે તમારા પ્રિયજનો સાથે સારો સમય વિતાવી શકો છો. તમે આ દેશની મુલાકાત ખૂબ સસ્તામાં લઇ શકો છો. એરલાઇન્સમાં રાઉન્ડ ટ્રીપની કિંમત દિલ્હીથી એક વ્યક્તિ માટે આશરે 17,000 રૂપિયા છે.
ભૂટાન – પૂર્વી હિમાલયના દક્ષિણ ઢોળાવ પર આવેલું, ભૂટાન એક નાનકડો દેશ છે પરંતુ તે તેના ઐતિહાસિક સ્થળો અને પર્વતો પરથી દેખાતા કુદરતી દ્રશ્યો માટે પ્રવાસીઓમાં ખૂબ જ જાણીતો છે. ભવ્ય પર્વતો, ગીચ ખીણો અને જંગલો સાથે, ભૂટાનમાં મનોરંજન માટે ઘણી પ્રવૃત્તિઓ જોવા મળે છે. જો તમને એડવેન્ચર ગમે છે, તો એકવાર લેન્ડ ઓફ થંડર ડ્રેગનની મુલાકાત ચોક્કસ લો. ભૂટાન પણ એક સસ્તા ડેસ્ટિનેશન તરીકે ખૂબ પ્રખ્યાત છે. એરલાઇન્સમાં રાઉન્ડ ટ્રીપની કિંમત દિલ્હીથી એક વ્યક્તિ દીઠ આશરે 15,000 રૂપિયા છે.
ઈન્ડોનેશિયા – દક્ષિણપૂર્વ એશિયામાં પણ ફરવાલાયક ઘણા બધા સ્થળો છે. અહીંની દરેક જગ્યા ખૂબ સસ્તી છે અને તેમાં ઇન્ડોનેશિયા સૌથી શ્રેષ્ઠ છે. હજારો જ્વાળામુખી ટાપુઓથી બનેલું આ સ્થળ તેની સાંસ્કૃતિક વસ્તુઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીંનું જકાર્તા શહેર તેના સુંદર સમુદ્રિતટો, પ્રાચીન મંદિરો, બજારો અને વાઇલ્ડલાઈફ માટે પ્રખ્યાત છે. આ સ્થળ વિદેશ ફરવા જવાની ઇરછા ધરાવતા લોકો માટે એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. એરલાઇન્સમાં રાઉન્ડ ટ્રીપની કિંમત દિલ્હી થી એક વ્યક્તિ માટે લગભગ 25,000 રૂપિયા છે.
વિયેતનામ – વિયેતનામ ભારતનું એક નજીકનું સ્થળ છે, જે ઓછા બજેટમાં મુસાફરી કરતા લોકો માટે ઉત્તમ છે. અહીંના ઐતિહાસિક સ્મારકો, કુદરતી સુંદરતા, શાંત સમુદ્રી તટ અને સ્વાદિષ્ટ ભોજન પ્રવાસીઓને આકર્ષે છે. વિયેતનામમાં મંદિરો અને શિવાલયોની કોઈ ઉણપ નથી. અહીં તમે ખૂબ જ સસ્તામાં સ્ટ્રીટ ફૂડની મજા માણી શકો છો. એરલાઇન્સમાં રાઉન્ડ ટ્રીપની કિંમત દિલ્હીથી એક વ્યક્તિ માટે આશરે 16,000 રૂપિયા છે.
સિંગાપોર – સિંગાપોર ઉપરોક્ત જણાવેલા દેશોની તુલનામાં થોડું મોંઘું છે પરંતુ તમે અહીં પણ 40 હજાર રૂપિયામાં સરળતાથી ફરી શકો છો. ઘણા સુંદર દૃશ્યોથી ઘેરાયેલું, સિંગાપોર તેની ટ્રેન્ડી શોપિંગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં તમે મોંઘી રેસ્ટોરન્ટમાં ખાવાને બદલે સ્ટ્રીટ ફૂડની મજા સસ્તામાં માણી શકો છો. અહીંની નાઇટલાઇફ પણ ખૂબ જ મજેદાર છે. અહીં તમે સમુદ્રીતટો અને વાઇલ્ડ લાઈફનો આનંદ પણ લઈ શકો છો. આ સાથે તમે સ્ટ્રીટ શોપિંગ પણ ખૂબ સારી રીતે કરી શકો છો. એરલાઇન્સમાં રાઉન્ડ ટ્રીપની કિંમત દિલ્હીથી એક વ્યક્તિ માટે આશરે 18,000 રૂપિયા છે.
દુબઈ– પોતાની ઊંચી ઊંચી ઇમારતો માટે પ્રખ્યાત દુબઈ તેની લગઝરી લાઈફ માટે વિશ્વભરમાં જાણીતું છે. તમે દુબઈમાં ઘણી એડવેન્ચર વસ્તુઓનો આનંદ લઈ શકો છો. અહીંની ભવ્ય ગગનચુંબી ઈમારતોની સાથે લોકોથી ભરેલું બજાર તમારું દિલ જીતી લેશે. તમે આ બજારોમાં એથનિક વસ્તુઓથી લઈને ટ્રેન્ડી મટીરીયલ સુધી ખૂબ ખરીદી કરી શકો છો. બજારમાં હાજર અનોખી અને પ્રાચીન વસ્તુઓ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. એરલાઇન્સમાં રાઉન્ડ ટ્રીપની કિંમત દિલ્હીથી એક વ્યક્તિ દીઠ આશરે 15,000 રૂપિયા છે.