Aaj Gagan Thi Lyrics in Gujarati
By-Gujju24-04-2023
508 Views

Aaj Gagan Thi Lyrics in Gujarati
By Gujju24-04-2023
508 Views
આજ ગગન થી ચંદન ઢોળાય રે
સહિયર મુને આંસુના ભણકારા થાય
કોઈ આવતું ક્ષિતિજથી પરખાય રે
આછા આછા ચાંદનીના ચમકારા થાય
આસમાની ઓઢણીમા તારલા ઝબુકતા
ગરબે રમવા બિરદારી જગે પગ મુકતા
માડી ગરબે રમે તાલિઓ વીજાય રે
કંઠે કંઠે કોયલના ટહુકા સંભળાય
નોરતાની રાતડી પાવન કરી
એક એક ગોરી ધુમે કાયા શણગારી
એનું રૂપ ઘુંઘટથી છલકાઈ રે
ઢળી ઢળી લોચનીયાં છલકાય