આજ મારે ઘેર આવના મહારાજ
By-Gujju09-05-2023
318 Views
આજ મારે ઘેર આવના મહારાજ
By Gujju09-05-2023
318 Views
આજ મારી મિજમાની છે રાજ,
મારે ઘેર આવના મહારાજ.
ઊંચા સે બાજોઠ ઢળાવું,
અપને હાથ સે ગ્રાસ ભરાવું,
ઠંડા જળ ઝારી ભરી લાવું,
રુચિ રુચિ પાવના મહારાજ. … આજ મારે ઘેર.
બુહ મેવા પકવાન મીઠાઈ,
શાક છત્તીસે જુગતે બનાઈ,
ઊભી ઊભી ચામર ઢોળું રાજ,
લાગો સુહામણા મહારાજ. … આજ મારે ઘેર.
ડોડા એલચી લવિંગ સોપારી,
કાથા ચૂના પાન બિચ ડારી,
અપને હાથસે બીડી બનાઉં,
મુખસે ચાવના મહારાજ. … આજ મારે ઘેર.
મોર મુકુટ પીતાંબર સોહે,
સુરનરિ મુનિજન કૈ મન મોહે,
મીરાં કે પ્રભુ ગિરધરલાલ,
દિલ બીચ ભરના મહારાજ. … આજ મારે ઘેર.
– મીરાંબાઈ