Friday, 20 September, 2024

Aandhali Maa No Kagad Lyrics in Gujarati

134 Views
Share :
Aandhali Maa No Kagad Lyrics in Gujarati

Aandhali Maa No Kagad Lyrics in Gujarati

134 Views

એ અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત
ગગો એનો મુંબઇ ગામે ગીગુભાઇ નાગજી નામે
ગગો એનો મુંબઇ ગામે ગીગુભાઇ નાગજી નામે

એ લખે કે બેટા પાંચ વરસમાં પહોંચી નથી એક પાઇ
એ લખે કે બેટા પાંચ વરસમાં પહોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી મને મળી નથી મારા ભાઇ
સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દ્હાડા
સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દ્હાડા

એ ભાણાનો ભાણિયો એમ લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય,
એ ભાણાનો ભાણિયો એમ લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દાડિયું કરવા ને રાતે હોટલમાં ખાય
નત નવાં લૂગડાં પહેરે પાણી જેમ પઇસા વેરે
નત નવાં લૂગડાં પહેરે પાણી જેમ પઇસા વેરે

એ હોટલમાં ઝાઝું ખાઇશ મા બેટા રાખજે ખરચાનું માપ
એ જી હોટલમાં ઝાઝું ખાઇશ મા બેટા રાખજે ખરચાનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ
કાયા તારી રાખજે રૂડી ગરીબોની ઇ જ છે મૂડી
કાયા તારી રાખજે રૂડી ગરીબોની ઇ જ છે મૂડી

એ જી ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કર્યો કૂબામાં વાસ
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કર્યો કૂબામાં વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ
તારે પકવાન ના ભાના મારે ખાલી જાર ના ટાણા
તારે પકવાન ના ભાના મારે ખાલી જાર ના ટાણા

એ જી દેખતી તે દી રે દળણાં પાણી હું કરતી ઠામોંઠામ
એ જી દેખતી તે દી રે દળણાં પાણી કરતી ઠામોંઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ
તારે ગામ વીજળીદીવા મારે અંધારાં રેવાં
તારે ગામ વીજળીદીવા મારે અંધારાં રેવાં

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એ જી લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ ખૂટી છે કોઠીએ જાર
હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા વારો
હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા વારો
હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા વારો
હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા વારો

ફાટ્યા તૂટ્યા જેને ગોદડી ગાભા આળોટવા ફૂટપાથ
ફાટ્યા તૂટ્યા જેને ગોદડી ગાભા આળોટવા ફૂટપાથ
આંધળી ડોશીનો દેખતો દીકરો કરતો મનનીવાત
વાંચી તારા દુઃખડાં માડી ભીની થઇ આંખડી મારી
વાંચી તારા દુઃખડાં માડી ભીની થઇ આંખડી મારી

પાંચ વરસમાં પાઇ મળી નથી આમ તુંલખતી કાંઈ
પાંચ વરસમાં પાઇ મળી નથી આમ તુંલખતી કાંઈ
આવ્યો તે દી થી આ હોટલને ગણી માડી વિનાના મા
બાંધી ફૂટપાથ જેણે રાખ્યો રંગ રાતનો એણે
બાંધી ફૂટપાથ જેણે રાખ્યો રંગ રાતનો એણે

ભાણિયો તો મને થાય ભેળો જે દિ મિલો બધી હોય બંધ
એ જી ભાણિયો તો મને થાય ભેળો જે દિ મિલો બધી હોય બંધ
એક જોડી મારા લૂગડાં માં એને આવે અમીરી ની ગંધ
ભાડે લાવી લૂગડાં મોંઘા ખાતો ખારા દાળિયા સોંઘા
ભાડે લાવી લૂગડાં મોંઘા ખાતો ખારા દાળિયા સોંઘા

દવાદારૂ આંહી આવે નહિ ઓરા એવી છે કારમીવેઠ
એ જી દવાદારૂ આંહી આવે નહિ ઓરા એવી છે કારમીવેઠ
રાત ને દીવસ રળું તોયે મારુ ખાલી ને ખાલી પેટ
રાતે આવે નિંદ્રા રુડી મારી પાહેં એજ છે મૂડી
રાતે આવે નિંદ્રા રુડી મારી પાહેં એજ છેમૂડી

એ જી જારને ઝાઝા જુહાર કે જે આંહી ઉડે મકાઈ નો લોટ
એ જાર ને ઝાઝા જુહાર કે જેઆંહીઉડેમકાઈ નો લોટ
બેસવાકાજેઠેકાણું ના મળે કૂબામાં તારે શી ખોટ
મુંબઈની મેડીયું મોટી પાયામાંથી હાવ છે ખોટી
મુંબઈની મેડીયું મોટી પાયામાંથી હાવ છે ખોટી

ભીંસ વધીને રે ઠેલમઠેલા રોજ પડે હડતાળ
એ જી ભીંસ વધીને રે ઠેલમઠેલા રોજ પડે હડતાળ
શેર કરતા મને ગામડામાં હવે દેખાય ઝાઝો માલ
નથી જાવું દાડિયે તારે દિવાળી એ આવયુમારે
નથી જાવું દાડિયે તારે દિવાળી એ આવયુમારે

એ જી કાગળનું તારે કામ શું છે માડી વાવડ હાચાં જાણ
એ જી કાગળનું તારે કામ શું છે માડી વાવડ હાચાં જાણ
તારા અંધાપાની લાકડી થાવા મેં લીધી પચખાણ
હવે નથી ગોઠતું માડી વાંચી આવી આપદા કાળી
હવે નથી ગોઠતું માડી વાંચી આવી આપદા કાળી
હવે નથી ગોઠતું માડી વાંચી આવી આપદા કાળી
હવે નથી ગોઠતું માડી વાંચી આવી આપદા કાળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *