Thursday, 20 June, 2024

અબ્દુલ કલામ

284 Views
Share :
Dr. APJ Abdul kalam

અબ્દુલ કલામ

284 Views

૧૫ ઓક્ટોબર ૧૯૩૧,રામેશ્વરમ માં ડો.એ.પી.જે.અબ્દુલ કલામ જેમનું આખું નામ (અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ) છે. પરંતું તે ટુકા નામ થી વધારે ઓળખાતા હતા. તેઓશ્રી દેશ રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી બિરાજ માન હતા.તેમની અનોખી કાર્ય શૈલી ને કારણે તેઓ ખુબ પ્રખ્યાત હતા અને “જનસામાન્યનાં રાષ્ટ્રપતિ” તરીકે ખૂબ લોકચાહના મેળવી. અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ (mit) ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી, ચેન્નઇ ખાતેથી કર્યો હતો. તેઓ ભારતના એક માત્ર અપરણિત, વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ હતા.

રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કામ કર્યુ હતું.

તેઓ મિસાઇલ મેન તરીકે જાણીતા થયા છે. તેમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦’માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે પ્રખર હિમાયત કરી છે.૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી નવાજ વામાં (સન્માનવામાં) આવ્યા હતા. ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો. તેમને ૪૦ જેટલી વિશ્વવિદ્યાલયો માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે. ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા સરકારના ઉમદા વિજ્ઞાન ના સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ એવોર્ડ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્ વામાં આવ્યા હતા. ૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડ ના પ્રવાસી મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મેને ના દિવસ વિજ્ઞાન દિન ઘોષિત કર્યો હતો. ૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય વ્યક્તિ હતા.

એવોર્ડ

 • ૧૯૮૧ પદ્મભૂષણ ભારતસરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો ત્રીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.
 • ૧૯૯૦ પદ્મવિભૂષણ ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ શ્રેસ્ઠ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિક ક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે આ એનાયત કરવામાં આવે છે.
 • ૧૯૯૭ ભારત રત્ન ભારત સરકારસાહિત્ય, કલા,ખેલ, વિજ્ઞાન અને સમાજસેવા જેવાં ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારને ઇ.સ.૧૯૫૪થી આ અવોર્ડ આપવામાં આવે છે. ‘ભારત રત્ન’એ ભારત સરકાર તરફી અપાતો સૌથી મોટો અવોર્ડ છે. ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે.
 • ૧૯૯૭ ઈન્દીરા ગાંધી એવોર્ડ ફોર નેશનલ ઈન્ટીગ્રેશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની પુરસ્કાર દર વર્ષે સ્વ. શ્રીમતી ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ 19 નવેમ્બરના રોજ તેમની યાદમાં આપવામાં આવે છે. આ પુરસ્કાર અખિલ ભારતીય રાષ્ટ્રીય એકતા સંમેલન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે અને દેશની રાષ્ટ્રીય એકતા, સંકલન અને ભાઈચારાને પ્રોત્સાહન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે.
 • ૧૯૯૮ વીર સાવરકર એવોર્ડ ભારત સરકાર દ્વારા તેમણે આપવામાં આવ્યો.
 • ૨૦૦૦ રામાનુજન એવોર્ડ અલ્વર્સ રિસર્ચ સેન્ટર, ચેન્નઈ આ એવોર્ડ ‘‘રામાનુજન એવોર્ડ ફોર મેથેમેટીકસ” તામિલનાડુની સાસ્‍ત્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ૩૨ વર્ષથી નીચેની વયના શ્રેષ્‍ઠ ગણિત શાસ્‍ત્રી ને અપાતો શ્રેષ્‍ઠ ગણિત શાસ્‍ત્રીને રામાનુજ એવોર્ડથી નવાજવામાં આવે છે.
 • ૨૦૦૭ ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટન, યુ.કે આ એવોર્ડ તેમને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તેમણે શિક્ષણ અને રાજકારણ તેમજ અવકાશ ક્ષેત્ર માં મહત્વની કામગીરી બદલ આપવામાં આવેલ છે.
 • 2007 માં કલામ સાહેબ ને બીજા પણ એવોર્ડ જેવાકે કિંગ ચાર્લ્સ II મેડલ રોયલ સોસાયટી, યુ.કે આ એવોર્ડ તેમને ભારત ના વીગ્નાન ક્ષેત્ર માં અસાધારણ યોગદાન ને માન્યતા આપતા એવું કહ્યું કે આ એવોર્ડ મેળવનાર આ માત્ર બીજી વ્યક્તિ હતી.
 • 2007 માં ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાર્નેગી મેલોન યુનિવર્સિટી આ એવોર્ડ ભારત ને 2020 સુધીમાં ભારત વિકાશશીલ રાષ્ટ્રની હરોળ માં લાવવાનો પ્રયત્ન કરવા બદલ અને 2030 સુધીમાં ભારત ને ઉર્જા ક્ષેત્રમાં સ્વતંત્રતા માટે મર્ગ દર્શન બદલ તેમજ ભારત ના પ્રમુખ તરીકે આ એવોર્ડ આપવામાં આવેલ છે.
 • ૨૦૦૮ ડૉક્ટર ઓફ સાયન્સ (Honoris Causa) અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, અલીગઢ આ આએવોર્ડ કલામ સાહેબને સાયન્સ ક્ષેત્રની જ્વલંત શિધ્ધિ માટે આપવામાં આવ્યો હતો.
 • ૨૦૦૮ ડૉક્ટર ઓફ ઈજનેરી (Honoris Causa) નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર ખાતે ભારતની સેવા માં તેમજ વિજ્ઞાન અને તકનિકમાં તેમની આંતર રાષ્ટ્રીય સેવા બદલ આપવામાં આવેલ છે.
 • ૨૦૦૯ ઈન્ટરનેશનલ વોન કાર્મેન વિંગ્સ એવોર્ડ કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, યુ.એસ.એ આ એવોર્ડ તેમને અવકાશ સશોધનં સંસ્થા ની કામગીરી બદલ આપેલ છે.
 • ૨૦૦૯ હૂવર મેડલ ASME ફાઉન્ડેશન, યુ.એસ.એ.આ આએવોર્ડ તેમને જાહેર સેવા બદલ પ્રતિષ્ઠીત એવા કલામ સાહેબ ને જેની કામગીરી સસ્તાદરે આરોગ્ય સુવિધા, ગ્રામીણ વિસ્તારમાં સસ્તા દરે તબીબી સેવા તેમજ અધ્યતન તબીબ સાધનો વગેરે ક્ષેત્ર માટે આપેલ છે.
 • ૨૦૦૯ માનદ ડૉક્ટરેટ ઓકલેન્ડ યુનિવર્સિટી દ્વારા આ માનદ ડિગ્રી થી કલામ સાહેબ ને સન્માનીત કરવામાં આવ્યા હતા.
 • ૨૦૧૦ “ડૉક્ટર ઓફ ઈજનેરી” યુનિવર્સિટી ઓફ વોટરલૂ અબ્દુલ કલામ સાહેબ ને આ પદવી વિગ્નાન અને ઈજનેરી ના અધ્યયન અને વિકાશ માં તેમની દ્રષ્ટી, સમર્પણ અને નેતૃત્વ ની ઓળખ માટે વોટરલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ હતી.
 • ૨૦૧૧ IEEE માનદ સદસ્યતા IEEE આ એવોર્ડ અમેરિકની ઇન્સ્ત્યુટિટ ઓફ એલેક્ટ્રિકલ એન્ડ એલેક્ટ્રોનિકસ એંજિનિયર અમેરિકા ની આ સંસ્થા ના માનદ સદસ્ય બન્યા હતા.
 • ૨૦૧૨ ડૉક્ટર ઓફ લૉ (Honoris Causa) સિમોન ફ્રેઝર યુનિવર્સિટી આ કેનેડાની એક યુનિવર્સીટી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.
 • ૨૦૧૪ ડૉક્ટર ઓફ સાયન્સ એડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે દ્વારા આ માનદ પડાવી કલામ સાહેબ ને આપવામાં આવી છે.

જો દેશ ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર મનનું રાષ્ટ્ર બનાવવુ હોય તો, મને લાગેછે કે ત્રણ મુખ્ય સામાજિક સભ્યો છે જે કોઈ તફાવત કરી શકે છે. પિતા, માતા અને શિક્ષક. ‘ જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે આપણી અંદર અનેક ક્ષમતાઓ છે અને તે પહેલાથી જ રહેલી હોય છે. બસ આપણને તેની શોધ કરવાની હોય છે અને જીંદગીમાં આગળ વધવાનુ હોય છે.પોતાના પુસ્તકમાં કલામે લખ્યુ હતુ, ‘હુ એયર ફોર્સના પાયલોટ બનવાનો પોતાનુ સપનુ પુરુ કરવામાં નિષ્ફ્ળ રહ્યો તેમજ એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી મોટો અફસોસ રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવન કાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને માતા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત રહ્યા ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમમળ્યો. ઉલ્લેખનીય છે કે કલામ નું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ ઘરમાં અજવાળું થતું.

આપણા દરેકમાં એક પવિત્ર આગ હોય છે. આપણા પ્રયત્નો આ આગને પાંખ આપવાના હોવા જોઈએ,અને તેનાથી વિશ્વને પ્રકાશિત કરવું જોઈએ.

શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દેશનો સૌથી દુઃખદ દિવસ હતો. 27 જુલાઈ,2015 ભારતનો કાળો દિવસ હતો. તેઓ તેમની જીવનગાથા કેહતા કેહતા હંમેશને માટે નિંદ્રામાં જતા રહ્યા. માત્ર ભારત જ નહીં દુનિયાએ તેનો શોક મનાવ્યો. આ દેશનું સૌથી સન્માનિત એવા અવુલ પકીર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ એટલે તેઓ લોકલાડીલા,દેશભરનાં વિદ્યાર્થીઓના સૌથી પ્રિય અને લોકોના રાષ્ટ્રપતિ એવા શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ.

આવા આપના સૌના લોક લાડીલા કલામ સાહેબ ને કોટિકોટિ વંદન જેને ભારતને આત્મ નિર્ભર અને સ્વાવલંબન બનાવવામાં ખુબજ યોગદાન આપેલું છે. તેને ભારતને પૃથ્વી અને અગ્નિ જેવી મિસાઈલો આપી છે. આથી તેને સમગ્ર ભારત મિસાઇલ મેન તરીકે ઓળખતા ……

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *